Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM આવાસ યોજનામાં ગુજરાતને 3 રાષ્ટ્રીય પુરસ્કાર:શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં BLC હેઠળ 96% મકાનો પૂર્ણ

    2 days ago

    પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) એવોર્ડ-2026માં ગુજરાત રાજ્યએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો પોતાના નામે કર્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન કેન્દ્રીય રાજ્યમંત્રી તોખન સાહુના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો ગુજરાત દ્વારા યોજનાના અમલીકરણ, ગુણવત્તાયુક્ત આવાસ નિર્માણ અને બહેતર શહેરી આયોજન ક્ષેત્રે કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવે છે. શહેરી સુધારા લાગુ કરવામાં ગુજરાત પ્રથમ નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ ગુજરાતે આ મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. PM આવાસ યોજના (શહેરી)-2.0 હેઠળ ગુજરાતે જમીન વ્યવસ્થાપન, શહેરી આયોજન, નાણાકીય નીતિઓ અને ડિજિટલ સિસ્ટમ જેવા ક્ષેત્રોમાં સૌથી વધુ સુધારાઓ સફળતાપૂર્વક લાગુ કર્યા છે, જેના માટે રાજ્યને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યું છે. BLC ઘટક હેઠળ 96 ટકા મકાનો પૂર્ણ લાભાર્થી આધારિત બાંધકામ (BLC) ઘટક હેઠળ રાજ્યમાં મકાનો બનાવવાની દિશામાં અભૂતપૂર્વ ઝડપ જોવા મળી છે. આ ઘટક અંતર્ગત 96 ટકા મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી દેવા બદલ ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યનો એવોર્ડ મળ્યો છે. આ કામગીરીથી હજારો પરિવારને પોતાના ઘરનું સપનું પૂરું થયું છે. ટાઉન પ્લાનિંગ સ્કીમમાં પણ શ્રેષ્ઠ કામગીરી આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS) ની પ્રક્રિયામાં શ્રેષ્ઠ સુધારા અને આયોજનબદ્ધ અમલીકરણ બદલ રાજ્યને ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો છે. શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ. થનારાશનના માર્ગદર્શન હેઠળ આ તમામ વહીવટી અને ટેકનિકલ પ્રગતિ શક્ય બની છે. વહીવટી સફળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજ્યના શહેરી વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર પૂરા પાડવાની દિશામાં આ એવોર્ડ્સ ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પાયાની સુવિધાઓ સાથે સમયસર મકાનો પૂરા પાડવાની આ કામગીરી અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    કારચાલકે એક્ટિવા સવાર માતા-પુત્રને ઉડાડ્યા, મહિલાનો પગ કપાતા મોત:બંને ફૂટબોલની જેમ ફંગોળાયા, ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ કારમાં હતા; રાજકોટમાં અકસ્માત
    Next Article
    મુંદરામાં SOGએ ગાંજાનો મોટો જથ્થો પકડ્યો:31 કિલોથી વધુ ગાંજો જપ્ત, બે બિહારી યુવકો પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment