Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારચાલકે એક્ટિવા સવાર માતા-પુત્રને ઉડાડ્યા, મહિલાનો પગ કપાયો, સારવારમાં મોત:બંને ફૂટબોલની જેમ ફંગોળાયા, ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ કારમાં હતા; રાજકોટમાં અકસ્માત

    15 hours ago

    રાજકોટના યુનિવર્સિટી રોડમાં મોડી રાતે અંદાજે દોઢ વાગ્યા સાધુ વાસવાણી કોર્નર પાસે અજંતા પાર્કમાં રહેતા 37 વર્ષીય ચિરાગસિંહ તલાટીયા અને માતા જસુબા મંદિરેથી દર્શન કરીને એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે ઉડાડ્યા હતા. કારની ભયાનક ઠોકર લાગતા બંને ફૂટબોલની માફક ફંગોળાયા અને ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં મહિલાનો પગ કપાઈ ગયો હતો. સ્થાનિકોએ 108 મારફતે ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. આ દુર્ઘટનામાં 68 વર્ષીય જશુબા તલાટીયા નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીસે કાર ચાલક ઋષિ રૂપારેલીયા સામે BNSની કલમ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારચાલકે માતા-પુત્રને હડફેટે લીધા, ત્યારબાદ કારમાંથી ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ઉતરે છે અને સ્થાનિકો દોડી આવે છે. અકસ્માત 4 તસવીરમાં જુઓ એક્ટિવા સવાર માતા-પુત્રને ટક્કર મારીને ઉડાવ્યા. કારમાંથી ટ્રેડિશનલ ડ્રેસમાં યુવક યુવતી ઉતર્યા પુત્રને ગંભીર ઈજા, માતાનો પગ કપાઈને દૂર પડ્યો જોરદાર ટક્કર વાગતા માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાયા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, રોડ પરથી એક સફેદ રંગની ફોરવ્હિલ પૂરઝડપે પસાર થઇ રહી છે. બીજી તરફ એક્ટિવામાં માતા-પુત્ર આવી રહ્યા છે. એક્ટિવા સાથે કારની જોરદાર ટક્કર વાગતા માતા અને પુત્ર બંને હવામાં ફંગોળાઈ જાય છે અને ગંભીર રીતે રોડ પર પટકાય છે. ટ્રેડિશનલ ડ્રેસમાં કારચાલકો હતા અકસ્માત સર્જ્યા બાદ કાર થોડી આગળ જઈને ઊભી રહે છે અને તેમાંથી બે યુવક તથા 2 યુવતી નીચે ઉતરે છે. તેમજ આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવીને ઈજાગ્રસ્તોની મદદે પહોંચે છે અને વિસ્તારમાં દોડાદોડી તથા અફરાતફરીનો માહોલ સર્જાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અકસ્માત બાદ કારમાંથી બે યુવકો અને બે યુવતીઓ ઉતર્યા હતા. જેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હોવાથી ગરબા રમીને પરત ફરતા હોવાનું લાગી રહ્યું છે. જોકે હાલમાં યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ અને કાર નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો રાજકોટમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈકચાલકનું માથું છુંદાયું 20 સપ્ટેમ્બર, 2026એ રાજકોટના પારેવડી ચોક ખાતે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં 60 વર્ષના બાઈકચાલક અરૂણભાઈ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતાં. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    શાંતિની વાતો વચ્ચે મોટો વળાંક:ટ્રમ્પે ઝેલેન્સ્કી સામે ખોલ્યો મોરચો, કહ્યું- 'યુક્રેનને હવે નવા રાષ્ટ્રપતિની જરૂર'; અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદતા યુક્રેન લાલઘૂમ
    Next Article
    પહેલા નોરતે લવ જિહાદ વિરોધી પોસ્ટરો:ડો. હર્ષ કેસમાં નવો ઘટસ્ફોટ, ખુલ્લી ગટર 9 મહિનાની બાળકીને ગળી ગઈ; અમદાવાદમાં ગરબા મંજૂરીમાં લોચો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment