Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગટરમાં ખાબકેલી બાળકીની કલાકો બાદ કોઈ ભાળ નહીં:સાબરમતી નદી અને ગટરના મેનહોલમાં ફાયર બ્રિગેડની શોધખોળ, ડ્રેનેજના ઢાંકણા નાખવાની પણ કામગીરી

    14 hours ago

    શહેરના નારોલ- વિશાલા નેશનલ હાઇવે પર પીપળજ રોડ પાસે ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી પડી ગયાના કલાકો બાદ પણ હજી સુધી કોઈ ભાળ મળી નથી. પીરાણા એસટીપીમાં જતી મુખ્ય લાઈનમાં બાળકી પડી ગઈ છે. જેથી તેને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પીરાણા એસટીપી અને સાબરમતી નદીના તટમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આજે બીજા દિવસે સવારે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સાબરમતી નદીના પટમાં શોધખોળ કરી રહી છે. ગટર અને કેમિકલ યુક્ત પાણી હોવાના કારણે ઉતરીને શોધી શકાય તેવી સ્થિતિ ન હોવાના પગલે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા મહેનત કરીને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. સાબરમતી નદીના પટમાં ફાયર વિભાગની તપાસ 10 ઓક્ટોબરના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ નારોલ વિશાલા હાઇવે પર પીપળજ રોડ પાસે ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં બાળકી પડી ગઈ હતી. જે બાદ ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળકીનો કોઈ પત્તો મળ્યો ન હતો, ત્યારબાદ આજે 11 ઓક્ટોબરના રોજ સવારના સમયે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીના પટ્ટમાં તપાસ કરવામાં આવી રહી છે. બાળકી ડ્રેનેજ લાઈનમાં થઈ સાબરમતી નદીના પટના આઉટલેટમાં નીકળી હોવાની શક્યતાના પગલે નારોલ-વિશાલા બ્રિજની નીચેના ભાગે આઉટલેટ પાસેથી સાબરમતી નદીના વહેણ તરફ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ગટરના મેનહોલમાં પણ તપાસ કરવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ મુજબ જે ગટર લાઈનમાં બાળકી પડી છે તે મુખ્ય ડ્રેનેજ લાઈન છે. પૂર્વ વિસ્તારના ડ્રેનેજનું તમામ પાણી આ લાઈનમાં થઈને સીધું પીરાણા એસટીપીમાં જાય છે અને ત્યાંથી ટ્રીટ થઈને સાબરમતી નદીમાં નીકળે છે. કે મુખ્ય લાઈન છે અને આજુબાજુના પણ કેટલાક જોડાણ નજીકમાં હોવાના પગલે ત્યાં પણ બાળકી જતી રહી હોવાની શક્યતા છે. જેના પગલે અલગ અલગ જગ્યાના ગટરના મેન હોલ ખોલીને પણ તપાસ કરવામાં આવી છે. ગટરના ઢાંકણા બદલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલ્લી ડ્રેનેજમાં બાળકી પડી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારોલ- વિશાલા હાઇવે અને પીપળજ રોડ ઉપર જે પણ ખુલ્લી ડ્રેનેજ લાઈનો છે અથવા ઢાંકણા તૂટી ગયા છે તેને તાત્કાલિક બદલવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલ્લી ડ્રેનેજ લાઈનના ઢાંકણા રાખવામાં આવી રહ્યા છે અને તૂટેલા ઢાંકણા બદલવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડની સ્નેહ સેવા સંસ્થાએ 150થી વધુ બાળકીઓને આપી નવરાત્રી કીટ:છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ બાળકીઓના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ
    Next Article
    Vidyut Jammwal Surprised By Street Fighter Co-Stars's Knowledge Of Indian Martial Arts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment