Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની સ્નેહ સેવા સંસ્થાએ 150થી વધુ બાળકીઓને આપી નવરાત્રી કીટ:છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ બાળકીઓના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ

    12 hours ago

    વલસાડની સ્નેહ સેવા સંસ્થાએ નવરાત્રી પર્વ નિમિત્તે 150થી વધુ જરૂરિયાતમંદ બાળકીઓને લહાણી કીટ આપી. સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી દાતાઓના સહયોગથી આ સેવાકાર્ય કરે છે. આનો હેતુ દરેક બાળકી સુંદર વસ્ત્રો અને શણગાર સાથે ગરબે ઘૂમી શકે તે છે. સંસ્થા છેલ્લા બે વર્ષથી આશ્રમશાળામાં અભ્યાસ કરતી બાળકીઓ માટે નવરાત્રી કીટનું વિતરણ કરે છે. આ વર્ષે પણ ત્રીજા વર્ષે 150થી વધુ કુંવારિકાઓને કીટ આપવામાં આવી. લહાણી કીટમાં ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી સેટ, કાનની બુટ્ટી, નેઇલ પોલિશ, લિપસ્ટિક, બિંદી-ચાંદલા, રિમોકમ, આઇલાઇનર, પગની પાયલ અને મહેંદીના કોન જેવી શણગારની સામગ્રીનો સમાવેશ કરાયો હતો. આ પ્રયાસથી જરૂરિયાતમંદ બાળકીઓ પણ નવરાત્રીના રંગે રંગાઈને ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમી શકે છે. આ સેવાકાર્ય દ્વારા બાળકીઓના ચહેરા પર ખુશી લાવવાની સાથે સમાજમાં સેવા અને માનવતાનો સંદેશ પણ પ્રસારિત કરાયો.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 'ગ્રામહાટ'નું ઉદ્ઘાટન:રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મહિલા સ્વસહાય જૂથોને મળશે ઉત્પાદનો વેચવા નવું મંચ
    Next Article
    ગટરમાં ખાબકેલી બાળકીની કલાકો બાદ કોઈ ભાળ નહીં:સાબરમતી નદી અને ગટરના મેનહોલમાં ફાયર બ્રિગેડની શોધખોળ, ડ્રેનેજના ઢાંકણા નાખવાની પણ કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment