Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધેડની બોડીના બે ભાગ, રોડ પર લોહી-શરીરના ચીથરાનો લિસોટો:હિંમતનગરમાં કાંકરોલ પાસે હાઈવે પર એકનું મોત, ડોલગઢ પાસે બે કાર અથડાતાં ચારને ઈજા

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર બે અલગ-અલગ અકસ્માતના બનાવો સામે આવ્યા છે. હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે-48 પર કાંકરોલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી એક અજાણ્યા આધેડનું મોત થયું હતું. જ્યારે હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર ડોલગઢ પાસે બે કાર સામસામે અથડાતાં અંદાજે ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બંને અકસ્માત અંગે 112 પર જાણ કરવામાં આવતાં સંબંધિત તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાંકરોલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી આધેડનું મોત હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે-48 પર કાંકરોલ નજીક અજાણ્યા વાહનચાલકે એક અજાણ્યા આધેડને ટક્કર મારતાં તેમનું મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે આધેડના શરીરના બે ભાગ થઈ ગયા હતા અને તેમના શરીરના ચીથરા ઊડી ગયા હતા, જેનો રોડ પર લિસોટો પડી ગયો હતો. આધેડનું માથું પણ ફાટી ગયું હતું, જમણા હાથના હાડકાં દેખાઈ ગયા હતા અને એક પણ ગાયબ થઈ ગયો હતો. બનાવની જાણ 112ને કરવામાં આવતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આધેડના વેર-વિખેર શરીરના અંગોને એકત્ર કરીને હિંમતનગર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. પોલીસે મૃતકની ઓળખ અને અકસ્માત સર્જનાર વાહન અંગે તપાસ શરૂ કરી છે. ડોલગઢ પાસે બે કાર સામસામે અથડાઈ, ચારને ઈજા બીજો અકસ્માત હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર ડોલગઢ પાસે સર્જાયો હતો. GJ-09-BJ-2827 નંબરની હ્યુન્ડાઈ આઈ-10 અને GJ-09-BG-6329 નંબરની ટાટા ટિયાગો કાર સામસામે અથડાતાં અકસ્માતમાં અંદાજે ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બંને કારને પણ નુકસાન થયું હતું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. બનાવ અંગે 112ને જાણ કરવામાં આવતાં પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રી પહેલાં લવ જિહાદ વિરોધી પોસ્ટરો:ડો. હર્ષ કેસમાં નવો ઘટસ્ફોટ, ખુલ્લી ગટર 9 મહિલાની બાળકીને ગળી ગઈ; અમદાવાદમાં ગરબા મંજૂરીમાં લોચો
    Next Article
    મોરબી એલસીબી-પેરોલ ફર્લો સ્ક્વોડે ત્રણ નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા:હળવદ, માળીયા અને મોરબી તાલુકાના ગુનામાં સંડોવાયેલા, ચરાડવા, ભીમસર ચોકડી અને લતીપરથી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment