Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામજનોએ રેલવે ટ્રેક પર ઉતરી માલ ગાડી રોકી:કડિયાળી ગામમાં રેલવે વિભાગે પાળો હટાવતા ચોમાસામાં પાણી ભરાયાં હતા

    8 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં ચોમાસાના પાણી ઘૂસી જવાની ગંભીર સમસ્યાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ રેલવે ટ્રેક પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોએ ગુડ્સ ટ્રેન રોકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવેના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું. રેલવેની કામગીરી સામે ગ્રામજનોનો આક્રોશ ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે રેલવે વિભાગ દ્વારા સફાઈ કામગીરી માટે પાળો હટાવી લેવામાં આવ્યો હતો. આ પાળો હટાવવાના કારણે ગામની અંદર તથા ખેતરોમાં ચોમાસાના પાણી ફરી વળ્યા છે. સ્થાનિકોએ અગાઉ આ બાબતે અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસ અને અધિકારીઓએ આપાઈ ખાતરી આ આંદોલન આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેન રોકાયાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. રેલવે વિભાગના અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી ટેન્ડર પ્રક્રિયા દ્વારા સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન તંત્ર તરફથી ખાતરી મળ્યા બાદ ગ્રામજનોએ હાલ પૂરતું આંદોલન સમેટી લીધું છે. જોકે, ગ્રામજનો અને નેતાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યા અંગે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં ફરીથી ઉગ્ર રેલ રોકો આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં 4.80 કરોડના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત:રામભરોસા ચોકથી ઝાલેશ્વર મંદિર સુધી 2.5 કિલોમીટર રોડ બનશે, અધૂરા કામો પર લોકોએ સવાલ ઉઠાવ્યા
    Next Article
    કારનો કાચ તોડી 35 લાખની ચોરી, CCTV:કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયર ચા-પાણી પીવા રોકાયા ને 10 મિનિટમાં ખેલ થઈ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment