Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 4.80 કરોડના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત:રામભરોસા ચોકથી ઝાલેશ્વર મંદિર સુધી 2.5 કિલોમીટર રોડ બનશે, અધૂરા કામો પર લોકોએ સવાલ ઉઠાવ્યા

    9 hours ago

    નવરાત્રીના પહેલા નોરતે વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં ₹4.80 કરોડના ખર્ચે નવા આઇકોનિક રોડ પ્રોજેક્ટના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું. આ 2.5 કિલોમીટર લાંબો રોડ રામભરોસા ચોકથી ટાવર ચોક, નગરપાલિકા કચેરી, સિવિલ હોસ્પિટલ, કોર્ટ, મામલતદાર કચેરી, રાજેન્દ્ર ભવન, સર્કિટ હાઉસ થઈ ઝાલેશ્વર મંદિરના પુલ સુધી બનશે. વિનાયક પ્લાઝાથી મણીબેન કોટક સુધી સીસી રોડ અને બંને બાજુ બ્યુટિફિકેશન કરાશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમાર, નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા અને કારોબારી ચેરમેન ઉદય શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા. જોકે, નગરજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે બે વર્ષ પહેલા નમસ્તે સર્કલથી ટાવર ચોક સુધીનો આઇકોનિક રોડ અધૂરો છે, જેના કારણે ટ્રાફિક અને ખાડાની સમસ્યા છે. એક કામ અધૂરું હોય ત્યારે બીજા નવા રોડનું ખાતમુહૂર્ત કેટલું યોગ્ય છે? શું આ પ્રોજેક્ટ સમયસર પૂરો થશે?
    Click here to Read More
    Previous Article
    Can You Have Coffee If You're Fasting During Navratri?
    Next Article
    ગ્રામજનોએ રેલવે ટ્રેક પર ઉતરી માલ ગાડી રોકી:કડિયાળી ગામમાં રેલવે વિભાગે પાળો હટાવતા ચોમાસામાં પાણી ભરાયાં હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment