Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "તું છુટ્ટી બચ્ચા, હવે થી તને ક્યારેય રોકટોક નહી કરું":​કેશોદમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આવી ૨૨ વર્ષીય વિજય અપારનાથીએ જીવન ટૂંકાવ્યું; પ્રેમિકાને ઇન્સ્ટાગ્રામ પર આખરી મેસેજ મોકલી કરૂણ અંત આણ્યો

    12 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના કેશોદ રેલવે ટ્રેક પર એક અત્યંત કરૂણ અને દુઃખદ ઘટના સામે આવી છે. કેશોદની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા 22 વર્ષીય યુવક વિજય અપારનાથીએ વંદે ભારત ટ્રેનની અડફેટે આવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ આપઘાત પ્રેમ પ્રકરણના મામલે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાત જેવા અંતિમ પગલાં તરફ જતાં પહેલાં યુવકે પોતાની પ્રેમિકાને ઇન્સ્ટાગ્રામ (ઓફિશિયલ વિજય) આઈડી પરથી સોશિયલ મીડિયા પર આખરી ભાવુક મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે પોતાનો આક્રોશ, પ્રેમ અને માફીની લાગણીઓ વ્યક્ત કરી હતી. ​ઇન્સ્ટાગ્રામ ચેટમાં યુવકે પોતાની પ્રેમિકાને ઉદ્દેશીને લખ્યું હતું: ​"હવે થી તું છુટ્ટી બચ્ચા, હવે થી તને ક્યારેય રોકટોક નહીં કરું. હું તને ક્યારેય હેરાન નહીં કરું ને શક પણ ક્યારેય નહીં કરું. બસ તું ખાલી તારું ધ્યાન રાખજે મારા બચ્ચા. ને પાણી પીજે ને ફુલ પેટ જમી લેજે, ભૂખી ના રહેતી. તને મારી કસમ છે જાન, હવે થી નહીં મોઢું બતાવી તને. બોવ હેરાન કરી છે મેં તને, બને તો મને માફ કરી દેજે મારા બચ્ચા. આઈ રિયલી સોરી... ​પણ તું તારું હમેશાં ધ્યાન રાખજે હો મારું બચ્ચુ... લવ યુ સો સો સો મચ મોર ધેન મોર પાગલું... ​એન્ડ ટાઇમ મળે તો મને મિસ કરતી રહેજે. ક્યારેક ક્યારેક યાદ કરતી રહેજે ને કહેજે કે હતો કોઈ પાગલ મારી પાછળ, જે મને હેરાન પણ બોવ કરતો હતો ને પ્રેમ પણ બોવ કરતો હતો. મિસ યુ સો મચ બચ્ચા... ટાટા બચ્ચા." ​આ મેસેજ મોકલ્યા બાદ 22 વર્ષીય વિજય અપારનાથીએ કેશોદ રેલવે ટ્રેક પર જઈ વંદે ભારત ટ્રેન નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના અંગેની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. યુવકના આ કરૂણ આપઘાતથી પરિવારજનો અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવ યોજાયો:અમદાવાદના સોલામાં નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો
    Next Article
    UPSCની IMD સાયન્ટિસ્ટ-Bની 46 જગ્યા માટે એકઝામ યોજાઈ:બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારોએ કહ્યું-નોકરી, ફેમિલી અને તૈયારી એકસાથે મેનેજ કરવું અઘરું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment