Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવ યોજાયો:અમદાવાદના સોલામાં નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો

    11 hours ago

    લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા જી.ડી. પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી નિમિત્તે ગરબા મહોત્સવ યોજાયો. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. મા આધ્યશક્તિ જગદંબાની આરાધના સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગરબા સ્થળે રોશની, સજાવટ અને મા આધ્યશક્તિ જગદંબાનું સુંદર મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધી સૌએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી. માથે ફૂલોના ગરબા ધારણ કરીને ગ્રામ્ય પરંપરાગત ગરબાની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ માત્ર ધાર્મિક કાર્યક્રમો પૂરતું સીમિત નથી. તે મહિલાઓના ઉત્કર્ષ, આર્થિક સશક્તિકરણ, વ્યવસાયિક માર્ગદર્શન, કુરિવાજો દૂર કરવા અને શૈક્ષણિક સહાય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. ટ્રસ્ટ ભારતીય સંસ્કૃતિ અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપી મહિલાઓમાં આત્મવિશ્વાસ મજબૂત કરવાનું કામ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના વાઘેશ્વરી મંદિરે આસો નવરાત્રિનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ:ગિરનારની ગોદમાં પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું;વહેલી સવારની મંગળા આરતીમાં ધન્યતા અનુભવી
    Next Article
    "તું છુટ્ટી બચ્ચા, હવે થી તને ક્યારેય રોકટોક નહી કરું":​કેશોદમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આવી ૨૨ વર્ષીય વિજય અપારનાથીએ જીવન ટૂંકાવ્યું; પ્રેમિકાને ઇન્સ્ટાગ્રામ પર આખરી મેસેજ મોકલી કરૂણ અંત આણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment