Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ડો. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં બે મહિલાની ધરપકડ:ભાવનગરની દીક્ષિતા ઘેવરીયા અને રાજુલાની હિના ભૂતની ધરપકડ, અન્ય બે આરોપી હજુ પણ ફરાર

    7 hours ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી. હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાના ચકચારી આત્મહત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સંડોવાયેલી ભાવનગર અને રાજુલાની બે મહિલા આરોપી દીક્ષિતાબેન સંદીપભાઈ ઘેવરીયા (ઉં.વ. 25, રહે. કાળીયા બીડ, ભાવનગર) તથા હિનાબેન વાલજીભાઈ ભૂત (ઉં.વ. 27, રહે. ભરતનગર સોસાયટી, રાજુલા, જિ. અમરેલી)ની ઓની ખટોદરા પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ પણ નાસતા ફરતા હોવાથી પોલીસે તેમની શોધખોળ તેજ કરી છે. હર્ષના પિતાએ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ ડૉ. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હતી. આ મામલે ફેક્ટ-ફાઇન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે મૃતકના પિતાએ 15 ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો. 4માંથી બે મહિલા આરોપીની ધરપકડ પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી કેસમાં સંડોવાયેલા કુલ ચાર આરોપી પૈકી બે મહિલા આરોપી દિશિતા ઘેવરિયા અને હીના ભૂતની ધરપકડ કરી છે. રેગિંગ કમિટીના અહેવાલ મુજબ બંનેનો ભોગ બનનારને ત્રાસ આપવામાં અને દુષ્પ્રેરણા કરવામાં સક્રિય રોલ હતો. આ બંને આરોપીઓને કાયદાકીય સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અને વોટ્સએપ ચેટ-કમ્યુનિકેશનના પુરાવા રજૂ કરાયા પોલીસ તપાસમાં બે મુખ્ય પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં એક રેગિંગ કમિટીનો પ્રાથમિક રિપોર્ટ અને બીજું અન્ય તબીબો દ્વારા આપવામાં આવેલી વોટ્સએપ ચેટ તથા કમ્યુનિકેશનનો સમાવેશ થાય છે, જેમાં ભોગ બનનારને થતી તકલીફો સામે આવી હતી. મૃતકનું એડમિશન માર્ચ-એપ્રિલ મહિનામાં થયું હોવાથી પ્રાથમિક રીતે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. અન્ય બે આરોપી ફરાર હોવાથી પકડવાના બાકી આ કેસમાં હજુ અન્ય બે આરોપીઓ અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવે પકડવાના બાકી છે. તેઓ અગાઉ આગોતરા જામીન અને ક્વોશિંગ પિટિશન માટે કાયદાકીય પ્રક્રિયામાં હતા અને પોલીસની ધરપકડથી બચવા સગા-સંબંધીઓ તથા મિત્રોના ઘરે આશરો લઈ છુપાતા ફરતા હતા. પોલીસ દ્વારા તેમને પણ ટૂંક સમયમાં પકડી પાડવાની કાર્યવાહી ચાલુ છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    પાર્ટી પ્લોટને ટક્કર મારતા શેરી ગરબા, 3 હજાર ખેલૈયાની કેપેસિટી:દીકરીઓની સુરક્ષા માટે ખાસ CCTV લગાવાયા, ઘરે પહોંચાડવા માટે ગાડીની વ્યવસ્થા
    Next Article
    Rahul Gandhi on Gyanesh Kumar, 12 October Protest: INDIA Bloc का बड़ा एलान | Jantar Mantar | CJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment