Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંભામાં ખેડૂતની વાડીમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ:વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી; પીએમ રિપોર્ટમાં દીપડાનું મલ્ટી ઓર્ગન ફેલ્યોરથી મોત

    1 day ago

    અમરેલી જિલ્લાના ખાંભા શહેરના બી.પી.એલ.ના ઢોરા વિસ્તારમાં ખેડૂત મગનભાઈ નાનજીભાઈ પરમારની વાડીમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. વનવિભાગની ટીમે સમગ્ર વાડી વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી દીપડાના પંજાના નિશાનો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. વનવિભાગ દ્વારા સ્થળ તપાસ અને પંચનામું ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા જાણ કરાતાં ખાંભા રેન્જ વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અધિકારીઓએ મૃત દીપડાનું પંચનામું કરી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, જ્યાંથી દીપડાના પગલાંના નિશાન પણ મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમમાં મલ્ટી ઓર્ગન ફેલ્યોર જણાયું મૃત્યુનું પ્રાથમિક કારણ જાણવા વનવિભાગ દ્વારા દીપડાના મૃતદેહને ખાંભા રેન્જ ઓફિસ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તબીબો દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દીપડાનું મોત મલ્ટી ઓર્ગન ફેલ્યોર એટલે કે શરીરના એકથી વધુ મહત્વના અંગો ફેલ થવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. મોતનું ચોક્કસ કારણ શોધવા તપાસ તેજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અંગો ફેલ થવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હોવા છતાં, કોઈ શંકાસ્પદ કારણ કે ઝેરની અસર છે કે કેમ તે બાબતે વનવિભાગ દ્વારા ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભૂકંપ દરમિયાન જીવ જોખમમાં મૂકીને દારૂની બોટલો બચાવી!:પનામામાં 7.6 તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધી 100થી વધુ વખત ધરતી ધ્રૂજી
    Next Article
    નવરાત્રીને લઇ પોલીસનો એક્શન પ્લાન:શહેર-જિલ્લામાં 6 DYSP, 15 PI, 35 PSI સહિત 2500થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment