Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીને લઇ પોલીસનો એક્શન પ્લાન:શહેર-જિલ્લામાં 6 DYSP, 15 PI, 35 PSI સહિત 2500થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત

    1 day ago

    જગતજનની મા આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવલા નોરતાનો આવતીકાલથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગરબા ગ્રાઉન્ડ્સ પર મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસની ‘શી (SHE) ટીમ’ ખેલૈયાઓની વચ્ચે સાદા વસ્ત્રોમાં તહેનાત રહીને અસામાજિક તત્વો અને રોમિયોગીરી કરનારાઓ પર બાજ નજર રાખશે. જિલ્લામાં 5 પ્રોફેશનલ અને 500થી વધુ શેરી ગરબાઓના સ્થળોએ પોલીસનો અભેદ્ય બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 6 Dy.SP સહિત 2500થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે ભાવનગરના ડીવાયએસપી (Dy.SP) આર.આર. સિંધાલએ સુરક્ષા વ્યવસ્થાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, નવરાત્રિના નવે-નવ દિવસ સુધી શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ બેડાના 2500થી વધારે જવાનો ખડેપગે રહેશે. સમગ્ર આયોજન અંતર્ગત 6 Dy.SP, 15 PI, 35 PSI, 750 પોલીસકર્મીઓ, 800 GRD, 950 હોમગાર્ડ (HG), 20 QRT કમાન્ડો તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) ની ટીમ 24 કલાક એલર્ટ મોડ પર રહેશે. ભાવનગર નવરાત્રિ સુરક્ષા વ્યવસ્થા: એક નજરે CCTV અને 'નેત્રમ' પ્રોજેક્ટ દ્વારા સતત મોનિટરિંગ પ્રોફેશનલ ગરબા મહોત્સવોના પ્રવેશદ્વાર તેમજ પરિસરમાં લગાવવામાં આવેલા હાઈ-રિઝોલ્યુશન સીસીટીવી (CCTV) કેમેરાનું કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. ગ્રાઉન્ડ પરની કોઈપણ શંકાસ્પદ હલચલ કે અનિચ્છનીય પ્રવૃત્તિ પર નજર રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'નેત્રમ' પ્રોજેક્ટની મદદથી મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારો પર પણ લાઇવ વોચ રાખવામાં આવશે, જેથી અણધારી પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લઈ શકાય. ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિકજામ ન સર્જાય તે માટે ખાસ પ્લાન ગરબા શરૂ થવાના સમયે અને મોડી રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડના જવાનો મહત્વના પોઇન્ટ્સ પર તહેનાત રહેશે. ગ્રાઉન્ડ્સની બહાર યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા અને સરળ ટ્રાફિક મૂવમેન્ટ માટે આગોતરું આયોજન કરાયું છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલાઓની છેડતી કે ઉત્પાત મચાવનારા તત્વો સામે કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે, જેથી નાગરિકો નિર્ભય બનીને ઉત્સવની ઉજવણી કરી શકે.
    Click here to Read More
    Previous Article
    ખાંભામાં ખેડૂતની વાડીમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ:વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી; પીએમ રિપોર્ટમાં દીપડાનું મલ્ટી ઓર્ગન ફેલ્યોરથી મોત
    Next Article
    સુરેન્દ્રનગરના ડો. હિરેન પરમારની ગુજરાત હાઈકોર્ટમાં માસ્ટર ટ્રેનર તરીકે પસંદગી:જિલ્લા ન્યાયાલયના સિસ્ટમ ઓફિસર કોર્ટના અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપશે, સમાજમાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment