Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં કાર રેલિંગ તોડી નદીમાં ખાબકી, બેના મોત:ડેપ્યુટી મામલતદાર સંદીપ ડામોર, આરોગ્યકર્મીનું મોત, આણંદના ના. મામલતદાર સોનુ બારીયા ઈજાગ્રસ્ત

    1 day ago

    ડાંગ જિલ્લામાં આહવા–વઘઈ રોડ પર ઢાઢરા ભાવડી ગામ નજીક એક અકસ્માત થયો છે. અહીં એક કાર રસ્તાની રેલિંગ તોડીને અંદાજે 35 ફૂટ ઊંડી ખાપરી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણમાંથી નાયબ મામલતદાર સહિત બે વ્યક્તિના મોત થયા છે, જ્યારે આણંદના નાયબ મામલતદારનો બચાવ થયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતની ત્રણ તસવીર ત્રણેય ગાંધીનગરથી આહવા તરફ આવતા હતા ડાંગના DYSP ડી કે ડીમરીએ જણાવ્યું કે, આજે વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટનો બનાવ બન્યો છે. વાહન ચલાવનાર સંદીપ એમ. ડામોર, જે નર્મદા કલ્પતરુ ડિપાર્ટમેન્ટમાં પ્રતિનિયુક્તિ તરીકે ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવે છે. બીજા સોનુ બી. બારિયા, જેઓ આણંદ ખાતે નાયબ મામલતદાર છે. તેમજ ત્રીજા શૈલેષકુમાર ડી. ગરાસિયા, જે ગળકુંદ ખાતે MPHWમાં ફરજ બજાવતા હતા. આજ રોજ તે ભાઈબંધો ગાંધીનગરથી આહવા તરફ આવતા હતા. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો વધુમાં જણાવ્યું કે, આ દરમિયાનમાં ભવડી ગામ નજીક ઢાઢરા ફાટક પાસે ડ્રાઇવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા ગાડી રોંગ સાઇડ આવીને રોડ ઉપરની સેફ્ટી એંગલને તોડી સીધી નદીમાં પડી ગઈ હતી. જેમાં સંદીપ અને શૈલેષનું સ્પોટ ઉપર મૃત્યું થયું છે. જ્યારે સોનુને રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલે વઘઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજે 'ભીડતંત્ર' પર 'લોકતંત્ર'ની જીત થઈ:સંબિત પાત્રાએ કહ્યું- જંતર-મંતરની કહાની ભારતની કહાની નથી, રાહુલને નાલાયક નેતા ગણાવ્યા
    Next Article
    જલાલપોરમાં 66 વર્ષીય વૃદ્ધ ગાંજા સાથે પકડાયો:શ્યામનગર રેલવે ટ્રેક પાસેથી સર્વેલન્સ ટીમે 61 ગ્રામ ગાંજો કબજે કર્યો; ગોલુ નામનો શખ્સ વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment