Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલાલપોરમાં 66 વર્ષીય વૃદ્ધ ગાંજા સાથે પકડાયો:શ્યામનગર રેલવે ટ્રેક પાસેથી સર્વેલન્સ ટીમે 61 ગ્રામ ગાંજો કબજે કર્યો; ગોલુ નામનો શખ્સ વોન્ટેડ

    1 day ago

    નવસારી જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના સૂચન અને જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ નશાકારક પ્રવૃત્તિઓ રોકવા પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિજલપોરના શ્યામનગર રેલવે ટ્રેક નજીકથી છૂટક ગાંજો વેચતા એક 66 વર્ષીય વૃદ્ધને જલાલપોર પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી નશાકારક ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે દરોડો પાડી આરોપીની અટકાયત જલાલપોર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે માહિતી મળી હતી કે વિજલપોર શ્યામનગર રેલવે ટ્રેકની બાજુમાં એક શખ્સ ગાંજાનું છૂટક વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી ગોરખ ચિંતામન પવાર (ઉં.વ. 66) નામના વૃદ્ધને ઝડપી લીધો હતો. તેની તલાશી લેતાં ₹3050 ની કિંમતનો 0.061 કિલોગ્રામ (61 ગ્રામ) ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. અન્ય એક શખ્સ વોન્ટેડ જાહેર, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન વિજલપોરના ગોલુ નામના અન્ય એક શખ્સનું નામ બહાર આવ્યું હતું. પૂરું નામ અને સરનામું સ્પષ્ટ ન હોવાથી પોલીસે ગોલુને વોન્ટેડ જાહેર કર્યો છે. જલાલપોર પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી ઘટના સંબંધિત વધુ તપાસ આગળ ધપાવી છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં કાર રેલિંગ તોડી નદીમાં ખાબકી, બેના મોત:ડેપ્યુટી મામલતદાર સંદીપ ડામોર, આરોગ્યકર્મીનું મોત, આણંદના ના. મામલતદાર સોનુ બારીયા ઈજાગ્રસ્ત
    Next Article
    'I Am Taking The Blame On Myself': Samson Opens Up After Ranchi Knock vs WI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment