Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓએ નાટક દ્વારા ડ્રગ્સ, સાયબર ક્રાઈમ અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું

    1 day ago

    બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નગરપાલિકા હોલ ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને ડ્રગ્સના દૂષણ, વધતા જતાં સાયબર ગુનાઓ અને ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જાગૃત કરવાનો હતો. પોલીસ અધિકારીઓ અને આગેવાનોની હાજરી આ જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી મહર્ષિ રાવલ અને ડીવાયએસપી એ. એ. સૈયદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ભીખુભા વાઘેલા અને શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા સહિતના સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો. વિદ્યાર્થીઓએ નાટક દ્વારા સાયબર સુરક્ષાનો સંદેશ આપ્યો કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો તેમજ માર્ગ સલામતી માટે ટ્રાફિક નિયમોના પાલનનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક આકર્ષક નાટક રજૂ કર્યું હતું, જેમાં સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે સાવચેત રહેવું તે દર્શાવી નાગરિકોને સાયબર ગુનાઓ પ્રત્યે જાગૃત કરવાનો સફળ પ્રયાસ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢના કપાસીયા પાસે બાઈક-કાર અકસ્માત, 2 યુવકના મોત:રાત્રિના સમયે સર્જાયો ગંભીર અકસ્માત, પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    વલસાડમાં VDNP+ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ:એન્યુઅલ અને ઓડિટ રિપોર્ટ સર્વાનુમતે મંજૂર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment