Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સાંજે જમવાના સમયે થતો વીજકાપ દૂર કરવા રજૂઆત:ધારાસભ્ય કિરીટ પટેલે ઊર્જા મંત્રીને પત્ર લખી ખેડૂતો અને નાગરિકોને પડતી મુશ્કેલી જણાવી

    11 hours ago

    પાટણ જિલ્લામાં સાંજે જમવાના સમયે થતા નિયમિત વીજકાપને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે સીમ વિસ્તારના ખેડૂતો તેમજ શહેરી અને ગ્રામીણ નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ વીજકાપ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. પત્રમાં ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, પાટણ જિલ્લામાં રોજ સાંજે 07:00 થી 09:30 વાગ્યા દરમિયાન નિયમિત પાવર કટ થાય છે. મોટાભાગના ખેડૂત પરિવારો ખેતરો કે વાડીઓમાં રહે છે. અંધારું થવાથી ઝેરી જીવજંતુઓ અને વન્યજીવોનો ડર રહે છે, અને પરિવારોને અંધારામાં જમવું પડે છે. ગામડાં અને શહેરોમાં પણ બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કે રાત્રિ ભોજનની તૈયારીમાં હોય ત્યારે વીજળી જતી રહે છે. વીજ કંપની કોઈ જાણ કર્યા વિના વીજકાપ કરે છે, જેનાથી ઉપકરણોને નુકસાન થાય છે. ધારાસભ્યએ અધિકારીઓને તાત્કાલિક કાયમી વ્યવસ્થા ગોઠવવા કહ્યું છે, જેથી રહેણાંક અને ખેતર વિસ્તારોમાં સાંજે વીજળી ચાલુ રહે.
    Click here to Read More
    Previous Article
    મોરબી યૂથ કોંગ્રેસ પ્રમુખની દિલ્હી જતાં અટકાયત:મુખ્ય ચૂંટણી અધિકારીના રાજીનામાની માગ સાથેના કોંગ્રેસના પ્રદર્શનમાં જતા હતા
    Next Article
    'I Miss Her': When Nana Patekar Opened Up About The 'Pain' He Went Through After Break Up With Manisha Koirala

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment