Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં જીનીંગ કારખાનામાં આગ:લાખોનો માલ અને મશીનરી બળીને ખાખ, શોર્ટ સર્કિટથી લાગી આગ

    8 hours ago

    હળવદ નજીક આવેલા આસ્થા સ્પિંટેક્સ જીનીંગ કારખાનામાં રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં કારખાનાનો કપાસનો જથ્થો અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગની જાણ થતા હળવદ અને મોરબી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ કલાકોના પ્રયાસ બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હળવદ ફાયર વિભાગના કર્મચારી રોહિત મહેતાના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે. આગથી કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ હજુ લગાવી શકાયો નથી. હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાશે:NCC કેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની તૈયારીનો પ્રારંભ
    Next Article
    વલસાડ જિલ્લામાં 203 ગામો ટીબી મુક્ત બન્યાં:48 ગોલ્ડ અને 91 સિલ્વર કેટેગરીની ગ્રામ પંચાયતોનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment