Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ મહિલા મોરચાનો વિરોધ, રાજીવ ગાંધી ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું:ચારે બાજું બેરિકેડિંગ; કોંગ્રેસ સાંસદે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કર્યાનો આક્ષેપ

    4 days ago

    અમદાવાદના પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન બહાર આજે ભાજપ મહિલા મોરચાના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. JNUના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજાન સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને ભાજપ મહિલા મોરચા કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે. ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે યોજાનારા આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એક DCP, બે ACP, છ PI સહિત 600થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. કોંગ્રેસ કાર્યાલયની આસપાસ ચારે તરફ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ઝોન-7 DCP શિવમ વર્માના જણાવ્યા મુજબ, વિરોધ પ્રદર્શન માટે પોલીસની પરવાનગી લેવામાં આવી છે અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. હાલમાં વિશાળ બેનર સાથે મોટી સંખ્યામાં મહિલા મોરચાના કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે રાજીવ ગાંધી ભવન ખાતે એકઠા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટીના નેતાઓ સહિત એક હજાર લોકો કસ્ટડીમાં:દીપકે કહ્યું- અમારી ધરપકડ બાદ અજિંક્ય આંદોલનનું નેતૃત્વ કરશે; મહારાષ્ટ્રમાં દીપકેના ઘરની સુરક્ષા વધારાઈ
    Next Article
    સુરેન્દ્રનગરના ભાવિક સોલંકીએ ફિઝિયોથેરાપીમાં ગોલ્ડ મેડલ જીત્યો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 61મા પદવીદાન સમારંભમાં ઝાલાવાડ અને વણકર સમાજનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment