Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ:પાટણ સહિત જિલ્લામાં પહેલા નોરતે ઘટસ્થાપના, માંડવી સ્થાપન બાદ ગરબાની રમઝટ જામશે

    4 days ago

    પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં આવતીકાલથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલા નોરતે મંદિરો અને ચાચર ચોકમાં ઘટસ્થાપન તેમજ માંડવી સ્થાપન બાદ ગરબાની રમઝટ શરૂ થશે. શહેરના પ્રાચીન ચાચર ચોક, વિવિધ પોળો, મહોલ્લાઓ ઉપરાંત સોસાયટીઓ અને મોટા મેદાનોમાં નવ દિવસ સુધી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા મથક પાટણમાં પરંપરાગત અને આધુનિક એમ બંને સ્તરે નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પાંજરાપોળ મેદાન ખાતે રોટરી ક્લબ આયોજિત રણકાર ગરબા 2026, ખોડાભા હોલમાં હેરિટેજ ગરબા 2026 તેમજ હીંગળાચાચર ચોકમાં હિંગળા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ખેલૈયાઓની સલામતી માટે મેદાનોમાં સીસીટીવી કેમેરા,સિક્યુરિટી સ્ટાફ, બોડીગાર્ડ્સ તેમજ મેડિકલ અને એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ રખાઈ છે. રવિવારે રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી સાથે ગરબા મહોત્સવોનો વિધિવત પ્રારંભ થશે. લણવા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહોત્સવો યોજાશે. શહેરમાં 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાકાળી માતાજી અને ભદ્રકાળી માતાજીના મંદિરે પ્રથમ નોરતે ઘટસ્થાપન કરાશે. અહીં માતાજીને દરરોજ અલગ-અલગ વાહન પર સવારી કરાવી સોના, ચાંદી, હીરા, મોતી, રત્નો અને કિંમતી વસ્ત્રો-આભૂષણોથી શણગારવામાં આવે છે. પૂજારીના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન શણગારની સામગ્રી કે વસ્ત્રોનો ફરીથી ઉપયોગ કરવામાં આવતો નથી અને દરરોજ નવો શણગાર કરવામાં આવે છે. પાટણના પરંપરાગત વિસ્તારો જેવા કે ઝીણીપોળ, ગુર્જરવાડા, મોટી ભાટીયાવાડ, માતાનો પાડો, ખોખરવાડો, નગરલીબડી, બતીવાડો, ઊંચીશેરી, કસારવાડો, ચાચરિયા ચોક, જોગણીમાતા, કલારવાડો, વેરાઈ ચકલા, વેરાઈ ચોક, ગોલવાડ, લિમ્બચમાતાની પોળ, જળચોક, જોગીવાડા, જ્વાળામુખીની પોળ, સાલવીવાડો, ભારવાડવાસ અને મોટીસરાયમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબા રમાશે. આ ઉપરાંત તિરૂપતિ ટાઉનશીપ, જીવનધારા, તિરૂપતિ નગર, સાંઈબાબાનગર, સારથીનગર, ચિત્રકુટ સોસાયટી, શ્રીરામ પાર્ક, પાયલપાર્ક, આયુષ ટાઉનશીપ, યશનગર, તિરૂપતિ બંગ્લોઝ, શૈલજા બંગ્લોઝ, ભૈરવનગર, ગોકુળનગર,રાધાકૃષ્ણ અને પલ્લવી સોસાયટી સહિતના રહેણાંક વિસ્તારોમાં પણ ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગની સોસાયટીઓમાં ગરબા માટે મંજૂરી લેવામાં આવતી નથી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો:મયુર હોસ્પિટલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ એઈમ્સ-રાજકોટના તબીબોએ સેવાઓ આપી
    Next Article
    પાટણના ડૉ. જય ધ્રુવની IoT ડિવાઇસ ડિઝાઇનને પેટન્ટ મળ્યું:એક જ ઉપકરણથી તાપમાન, ભેજ સહિતનું મોનિટરિંગ થશે, શિક્ષણ-આરોગ્યમાં ઉપયોગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment