Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો:મયુર હોસ્પિટલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ એઈમ્સ-રાજકોટના તબીબોએ સેવાઓ આપી

    4 days ago

    રાજકોટ એઈમ્સના ડિરેક્ટર અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ એઈમ્સ અને મોરબી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકાર્યની ઉજવણી નિમિત્તે આ અભિયાન ચાલી રહ્યું છે. એઈમ્સ-રાજકોટના ૪૫ થી વધુ નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફે સેવાઓ આપી હતી. મોરબી શહેર અને જિલ્લાના હજારો નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ, રોગ નિદાન, દવાઓ અને તબીબી સલાહનો લાભ લીધો હતો. આ પ્રસંગે રાજકોટ એઈમ્સના ડિરેક્ટર અને સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, “એઈમ્સ (AIIMS) એ દેશનું પ્રથમ નંબરનું આરોગ્ય મંદિર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં હાલ ૨૫ જેટલી એઈમ્સ કાર્યરત થઈ છે, જે પૈકી રાજકોટ એઈમ્સ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ અને નિઃશુલ્ક તબીબી સેવાઓ તેમજ દવાઓ સહેલાઈથી પહોંચી શકે તેવા આશયથી રાજકોટ એઈમ્સ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં પણ છેવાડાના લોકોને ઘરઆંગણે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ મળતી રહે તે માટે આવા કેમ્પ સતત યોજાતા રહેશે.” તેમણે આરોગ્ય મહાયજ્ઞને સફળ બનાવવા બદલ મોરબી જિલ્લા વહીવટી તંત્ર, એઈમ્સની તબીબી ટીમ તેમજ સહયોગી સંસ્થાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે એઈમ્સના વરિષ્ઠ અધિકારી સી.એન. દોરાઈરાજને જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ગંભીર બીમારીઓની સારવાર માટે અગાઉ અમદાવાદ કે વડોદરા સુધી લંબાવવું પડતું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ પામેલી રાજકોટ એઈમ્સના કારણે આધુનિક આરોગ્ય સેવાઓ ઘરઆંગણે જ ઉપલબ્ધ થઈ છે. એઈમ્સ ખાતે કેન્સરનું નિદાન અને સારવાર સહિતની અત્યાધુનિક તબીબી સુવિધાઓ કાર્યરત છે.” વધુમાં તેમણે તમામ નાગરિકોને નિઃશુલ્ક સારવાર માટે 'આયુષ્માન કાર્ડ' કઢાવી લેવા ખાસ અનુરોધ કર્યો હતો. આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ દરમિયાન મોરબી મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, વાંકાનેરના મહારાણી સાહેબ, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મયુર હોસ્પિટલના સંચાલક મનહરસિંહ જાડેજા, મહંત દામજી ભગત તથા વહીવટી તંત્ર તથા એઈમ્સના નિષ્ણાત તબીબો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નરેશ કેલાને IMF-વર્લ્ડ બેંકની વાર્ષિક સભામાં આમંત્રણ:વઢવાણના પૂર્વ ધારાસભ્યના પુત્ર બેંગકોકમાં ગુજરાતનું ગૌરવ વધારશે
    Next Article
    આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ:પાટણ સહિત જિલ્લામાં પહેલા નોરતે ઘટસ્થાપના, માંડવી સ્થાપન બાદ ગરબાની રમઝટ જામશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment