Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાડાનો પાર્ટનર અને પોતાનો પાર્ટનર વચ્ચે આભ-જમીનનો તફાવત':અતુલ પુરોહિતે કહ્યું- યુનાઈટેડ વે ઓફ બરોડામાં આ વર્ષે ત્રણ નવા ગરબાની સરપ્રાઇઝ

    4 days ago

    ગુજરાતી સંસ્કૃતિ અને ગરબા જગતમાં લાખો ખેલૈયાઓના હૃદયમાં રાજ કરતા લોકપ્રિય ગાયક અતુલ પુરોહિતે 'દિવ્ય ભાસ્કર' સાથેની વિશેષ વાતચીતમાં પોતાની ચાર દાયકા કરતાં વધુ લાંબી સંગીત યાત્રાના સંસ્મરણો તાજા કર્યા હતા. વાતચીત દરમિયાન તેમને મહેસાણાનગરના શરૂઆતના દિવસોથી લઈને યુનાઈટેડ વે સાથેના 35 વર્ષના અતૂટ સંબંધ, આજના યુવાનો (Gen Z)ના ફેશન ટ્રેન્ડ્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થતા 'રેન્ટ એ ગરબા પાર્ટનર' જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબાના ગાયક અતુલ પુરોહિતે ભાસ્કરને કહ્યું કે, આ વખતે ખેલૈયાઓ માટે ત્રણ નવા ગરબા તૈયાર કર્યા છે, જેમાં એક રાજા રણછોડનો અને બે મા અંબાના ગરબા છે. પરંતુ આ ગરબા સરપ્રાઈઝ છે એટલે હું અત્યારે નહીં ગાઉં, ખેલૈયાઓને સીધા ગ્રાઉન્ડ પર જ સાંભળવા મળશે. 'રેન્ટ એ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા વાયરલ ટ્રેન્ડ વિશે કહ્યું, મને આ બાબત સામાજિક દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી લાગતી. ભાડાનો પાર્ટનર અને પોતાનો પાર્ટનર વચ્ચે આભ-જમીનનો તફાવત છે, જેમ ભાડાનું મકાન એ ભાડાનું જ રહે છે અને પોતાનું ઘર એ પોતાનું હોય છે. આવા ટ્રેન્ડ્સ બહુ લાંબો સમય નથી ચાલતા અને આપોઆપ બંધ થઈ જશે. 500થી શરૂઆત, આજે 50 હજાર ખેલૈયાઓ રમે છે અતુલ દાદાએ કહ્યું હતું કે, હું તો નવરાત્રિ માટે જુલાઈ મહિનાથી જ માનસિક અને શારીરિક રીતે તૈયાર થઈ જાઉં છું. વર્ષોથી ઉત્તરોત્તર યુવાનો અને ખેલૈયાઓનો પ્રેમ સતત વધતો જ રહ્યો છે. જ્યારે શરૂઆત કરી હતી ત્યારે માત્ર 500 ખેલૈયાઓ હતા અને આજે 50 હજાર ખેલૈયાઓ રમે છે. આ ખેલૈયાઓનો પ્રેમ જ મારા માટે મારી સૌથી મોટી મૂડી છે અને મારી સફર પણ એ જ છે કે મારા બાળકો ખુશ તો હું પણ ખુશ. 'સાચું કહું તો પ્રેમમાં કોઈ જ ફેરફાર નથી આવ્યો. માત્ર સ્થળ, પરિસ્થિતિ અને સ્ટેજ કે ગ્રાઉન્ડની સજાવટમાં જ ફેરફાર આવ્યો છે, બાકી અમારા વચ્ચેના આત્મીય સંબંધો એવા ને એવા જ છે. આજે મારા ગરબામાં ખેલૈયાઓની આ ચોથી પેઢી રમી રહી છે.' 'ખેલૈયાઓ સાથે મારો સંબંધ પ્રોફેશનલ નથી પરંતુ આત્મીય છે' વર્ષોની ગાયકીનો શ્રેષ્ઠ અનુભવ યાદ કરતાં કહ્યું કે, મારા માટે તો દરેક અનુભવ શ્રેષ્ઠ જ હોય છે. પણ જ્યારે અમે શિકાગોમાં ઓપન ગ્રાઉન્ડમાં લાઈવ ગરબા કર્યા હતા, ત્યારે ધાર્યું હતું કે 6 હજાર જેટલા યુવાનો આવશે પરંતુ ત્યાં 9 હજારથી વધુ લોકો ભેગા થઈ ગયા હતા. ખેલૈયાઓ સાથે મારો સંબંધ પ્રોફેશનલ નથી પરંતુ આત્મીય છે. રીલ અને ફેશન અંગે કહ્યું કે, અમુક ઉંમર જ એવી હોય છે કે જેમાં નવી નવી ફેશન કરવાની અને નવું કંઈક અજમાવવાની ઈચ્છા થાય જ. ક્યારેક તેમાં અતિરેક પણ થઈ જાય, પણ સમય જતાં બધું પાછું સામાન્ય થઈ જાય છે. આજના યુવાનોને પણ બધું સ્વીકાર્ય છે, એટલે આપણે પણ મોટું મન રાખીને તેમને સમજવા જોઈએ. 'દીકરીઓમાં મને મા અંબાનું અને છોકરાઓમાં કૃષ્ણ કે શિવનું સ્વરૂપ દેખાય છે' 'હું એવું ક્યારેય નથી વિચારતો કે હું સ્ટેજ પર ગાઉં છું અને નીચે છોકરા-છોકરીઓ રમે છે. હું તો એવું જ માનું છું કે સ્વર્ગમાંથી દેવી-દેવતાઓ જ નીચે આવ્યા છે. ગ્રાઉન્ડ પર રમી રહેલી દીકરીઓમાં મને મારી મા અંબાનું સ્વરૂપ દેખાય છે અને છોકરાઓમાં કૃષ્ણ, રણછોડ કે શિવનું સ્વરૂપ દેખાય છે. એ વખતે હું મારી જાતમાં નથી રહેતો પણ એક અલગ જ ભાવસમાધિમાં જતો રહું છું.' 'ભગવાનનું આપેલું છે અને ભગવાન જ સાચવે' સતત 4 મહિના સુધી દેશ-વિદેશની મુસાફરી અને ગાયકી છતાં અવાજ તેમજ એનર્જી જાળવી રાખવા અંગે તેને કહ્યું હતું કે, સાચું કહું તો હું એના માટે કોઈ જ ખાસ પ્રયત્ન નથી કરતો. આ તો ભગવાનનું આપેલું છે અને ભગવાન જ સાચવે છે. જુદા જુદા દેશોનું વાતાવરણ, પાણી, ખોરાક અને ટાઈમઝોન બદલાય છે, છતાં મારી મા અંબા અને હનુમાનજી જ મને સદાય સુરક્ષિત રાખે છે. અતુલ પુરોહિતની ગાયકી યાત્રા અતુલ પુરોહિતની કારકિર્દીની શરૂઆત તેમણે સૌપ્રથમ 1982માં મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડથી કરી હતી. અત્યંત લોકપ્રિય બનેલો ગરબો "તારા વિના શ્યામ મને એકલડું લાગે..." સૌપ્રથમ મહેસાણાનગર ગ્રાઉન્ડમાં જ રજૂ કરવામાં આવ્યો હતો, જે આજે વિશ્વભરમાં વસતા દરેક ગુજરાતીના હૃદયમાં વસે છે. ત્યારબાદ 1987માં તેઓ 'મા આર્કી' ગરબા સાથે જોડાયા હતા અને 1991માં 'યુનાઇટેડ વે' સાથે તેમની સફર શરૂ થઈ હતી. 35 વર્ષથી તેઓ યુનાઇટેડ વેના મંચ પર જ ગાય છે. એક જ સંસ્થા સાથે લાંબા સમય સુધી સતત જોડાઈને ગરબા ગાવાનો આ એકમાત્ર અનોખો રેકોર્ડ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં દૂધના જથ્થાનું ચેકિંગ:80 લીટર દૂધનો નાશ, 10 નમૂના લેબોરેટરીમાં મોકલાયા, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ફૂડ શાખાની કાર્યવાહી
    Next Article
    નરેશ કેલાને IMF-વર્લ્ડ બેંકની વાર્ષિક સભામાં આમંત્રણ:વઢવાણના પૂર્વ ધારાસભ્યના પુત્ર બેંગકોકમાં ગુજરાતનું ગૌરવ વધારશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment