Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વ્યસનમુક્તિ માટે ગુરુકુલના વિદ્યાર્થીઓની રેલી:ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે પ્રસ્થાન કરાવ્યું, વ્યસનથી દૂર રહી સ્વસ્થ જીવન અપનાવવા અપીલ

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની હિંમતનગર શાખા દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું. શહેરના કેનાલ ફ્રન્ટથી નીકળેલી આ રેલીને ધારાસભ્ય વી.ડી. ઝાલા, પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા અને ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડે પ્રસ્થાન કરાવ્યું. આ રેલીમાં ગુરુકુલના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિવિધ બેનરો સાથે લોકોને તમાકુ, દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન અપનાવવા અપીલ કરાઈ. આ સંદેશ શહેર અને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો. હાંસલપુર ખાતે પણ વ્યસનમુક્તિના સંદેશ સાથે રેલી યોજાઈ હતી. ગુરુકુલના વિદ્યાર્થીઓએ વ્યસનોથી દૂર રહેવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા પ્રતિજ્ઞા લીધી. આ પહેલનો હેતુ યુવાનોમાં સારા સંસ્કારનું સિંચન અને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ 39.7°C સાથે બીજા દિવસે સૌથી ગરમ:રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર જવાની સંભાવના; વરસાદની શક્યતા નહિ
    Next Article
    4,00,000 Without Power In Florida As Hurricane Isaias Makes Landfall

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment