Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઢવમાં ત્રણ સગીરોએ યુવકને ચપ્પાના ઘા મારીને પતાવી દીધો:યુવતીની છેડતીની અદાવતમાં હત્યા, નારોલમાં સગીરે સંબંધી સાથે મળીને યુવકનું મર્ડર કર્યું; પૂર્વ વિસ્તારમાં હત્યાના બે બનાવ

    11 hours ago

    અમદાવાદમાં તહેવારોની શરૂઆત પહેલા જ પૂર્વ વિસ્તારમાં બે હત્યાના બનાવ બનતા પોલીસની ચિંતા વધી છે. જેમાં નારોલમાં મકાનનો ગેટ બંધ કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. જ્યારે ઓઢવમાં યુવતીની છેડતીની અદાવતમાં ત્રણ સગીરોએ યુવકને ચપ્પુ અને દંડના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો છે. બંને બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પહેલો બનાવ આડેધડ છરીના ઘા મારીને પતાવી દીધો ઓઢવમાં અજીતકુમાર ઠાકોર પરિવાર સાથે રહેતો અને ડેકોરેશનનું કામ કરતો હતો. શુક્રવારે રાત્રે અજીત તેના મિત્રો રમણ અને યુવરાજ સાથે ઢોંસા ખાવા ગયો હતો. ખાવાનું પતાવીને પરત ફરતી વખતે ટુ-વ્હીલર પર આવેલા ત્રણ સગીરોએ તેમને અટકાવ્યા હતા. અગાઉ યુવતીની છેડતીની બાબતે થયેલી ઝઘડાની અદાવત રાખીને સગીરોએ અજીત સાથે ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમ્યાન સગીરોએ અજીત પર છરી વડે હુમલો કર્યો હતો. તેને આડેધડ છરીના ઘા મારીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. અજીતના ભાઈ રણજીત ઠાકોરે ત્રણ સગીરો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે નવરાત્રીમાં પોલીસ માટે સુરક્ષા સૌથી મોટો પડકાર ઉભો થઈને રહ્યો છે. કારણ કે બને બનાવમાં સગીરોની સંડોવણી સામે આવી છે. જેથી સગીરો દ્વારા ગુનાને અંજામ આપવાના કિસ્સા વધી રહ્યા છે. બીજો બનાવ સગીર સંબંધી સાથે ઝઘડો થયો ને હત્યા કરી નાખી નારોલમાં રહેતા સુધીર યાદવ પરિવાર સાથે રહે છે. શુક્રવારે પોતાના પિતરાઈ ભાઈ અને ભાભીને મળવા આવ્યા હતા. આ દરમિયાન રાધેશ્યામ પાસવાન સાથે ગેટ બંધ કરવાની બાબતે બોલાચાલી થઈ હતી. તે સમયે રાધેશ્યામે ગાળો આપતાં વિવાદ વકર્યો હતો. ઝઘડા બાદ સુધીર પોતાના ભત્રીજા સાથે ત્યાંથી નીકળી ગયો હતો. જોકે, પોતાનું વાહન લેવા સુધીર ફરીથી પોતાના સાળા વિજયકાંત સાથે ત્યાં પહોંચ્યો ત્યારે મામલો ફરી બિચક્યો હતો. રાધેશ્યામ પાસવાન અને તેની નજીકના એક સગીર સંબંધી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન સગીરે વિજયકાંતની છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ વિજયકાંતને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે નારોલ પોલીસે સગીર સહિત બંને સામે ગુનો નોંધીને બંનેને રાઉન્ડઅપ કરી લીધા છે.
    Click here to Read More
    Previous Article
    દસલાણા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:નીલકી ક્લસ્ટર કક્ષાનું, બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની
    Next Article
    Box Office: Ajay Devgn's Drishyam 3 Crosses Rs 400 Crore Mark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment