Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દસલાણા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:નીલકી ક્લસ્ટર કક્ષાનું, બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની

    12 hours ago

    વિરમગામ તાલુકાની દસલાણા પ્રાથમિક શાળામાં ૯ ઓક્ટોબરના રોજ નીલકી ક્લસ્ટર કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયુ હતુ. દસલાણા, નીલકી, ભોજવા, ઊખલોડ, જકસી, ભડાણા, ચણોઠિયા, દેસાઈપૂરા, કાનપુરા અને જુના પાધર પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. તેમણે AI, ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ, હરિત ઊર્જા, ઇકો-ફ્રેન્ડલી હાઉસ, સ્માર્ટ એગ્રીકલ્ચર, ગણિત ગમ્મત, આરોગ્ય-સ્વચ્છતા, આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર કુલ ૨૧ કૃતિઓ અને મોડેલ્સ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઇસરો (આંધ્રપ્રદેશ)ના ટેક્નિશિયન વિપુલભાઈ રાઠોડ, ડાયેટ (અમદાવાદ શહેર)ના સિનિયર લેક્ચરર જી. બી. દેસાઈ, વિરમગામના BRC કો-ઓર્ડિનેટર મૌલિક બી. બારોટ, અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઋતુરાજસિંહ સોલંકી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા પ્રતિનિધિ રામભાઈ વાઘેલા, વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલ, મંત્રી ગોપાલસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (વિરમગામ)ના અધ્યક્ષ વનરાજસિંહ ઝાલા, મંત્રી ગનસિંહભાઈ મકવાણા અને નીલકી ક્લસ્ટરના CRC કો-ઓર્ડિનેટર મહેશભાઈ રાઠોડ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ-સર્ટિફિકેટ આપી સન્માન કરાયું. ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર અપાયા હતા. દસલાણા પ્રાથમિક શાળાના આચાર્ય રજનીકાંત ઠાકોરે પધારેલા અતિથિઓ, શિક્ષકો, ગ્રામજનો અને બાળ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો. શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ આયોજન સફળ બનાવવા મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    જંગલ જમીન વિવાદ: મનસુખ વસાવા કોંગ્રેસ નેતાઓ પર ભડક્યા:'ગાંધી જયંતિએ ભાષણબાજી કરી જતાં રહ્યાં, હવે ખેડૂતો પર કેસ થાય છે ત્યારે કોઈ દેખાતું નથી'
    Next Article
    ઓઢવમાં ત્રણ સગીરોએ યુવકને ચપ્પાના ઘા મારીને પતાવી દીધો:યુવતીની છેડતીની અદાવતમાં હત્યા, નારોલમાં સગીરે સંબંધી સાથે મળીને યુવકનું મર્ડર કર્યું; પૂર્વ વિસ્તારમાં હત્યાના બે બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment