Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરાઈવાડીમાં મિત્ર સાથે બોલાચાલી બાદ મારામારી:યુવકનું લોહીની ઊલટીઓ થયા બાદ મોત, બે સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો

    8 hours ago

    અમદાવાદના અમરાઈવાડી મહાલક્ષ્મીનગરના ગેટ આગળ જાહેરમાં બોલાચાલી અને મારામારી થયા બાદ 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જેમાં ઇન્ટરનલ ઇન્જરી થવાના કારણે યુવકનું મોત થયાનું સામે આવ્યું છે. જોગમાયાનગરમાં રહેતો યુવક અને તેના મિત્ર સાથે થયેલી ઝપાઝપીમાં અક્ષય નીચે પટકાયો હતો, ત્યારબાદ ઘરે પહોંચેલા યુવકને વહેલી સવારે લોહીની ઊલટીઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મૃતકની બહેનની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે મારા મારી કરનાર બે સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છૂટા હાથની મારામારી કરી, અક્ષય નીચે પટકાયો ​અમરાઈવાડી મહાલક્ષ્મીનગર ચારમાળિયા ખાતે 24 વર્ષીય અક્ષય માતા-પિતાના અવસાન બાદ એકલો રહેતો હતો. ગુરુવારે સાંજે તે મહાલક્ષ્મીનગરના ગેટ આગળ હાજર હતો, ત્યારે જોગમાયાનગરમાં રહેતો પરેશ ઉર્ફે લતીફ સાગઠીયા તથા તેનો મિત્ર ત્યાં આવ્યા હતા. બંનેએ કોઈ કારણસર અક્ષય સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી છૂટા હાથની મારામારી કરી હતી. મારામારી દરમિયાન અક્ષય નીચે પટકાયો હતો અને ત્યારબાદ તે પોતાના ઘરે જતો રહ્યો હતો. અચાનક લોહીની ઊલટીઓ થવા લાગી, એમ્બ્યુલન્સમાં જ મોત શુક્રવારે સવારે અક્ષયને અચાનક લોહીની ઊલટીઓ થવા લાગી હતી. જેથી મિત્ર નયને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો અને અક્ષયની બહેન તુલસીબેનને જાણ કરી હતી. તુલસીબેન અને તેમના પતિ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તબીબોએ અક્ષયની ગંભીર હાલત જોઈ તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. જોકે, 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ અક્ષયનું મોત નીપજ્યું હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે પરેશ અને તેના 2 મિત્ર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નસવાડીના ખેડૂતોને નર્મદા કેનાલમાં પાણી ન મળ્યું:રોષે ભરાયેલા ખેડૂતોએ 4 દિવસમાં પાણી ન મળ્યે મેઈન કેનાલનો ગેટ બંધ કરવાની ચીમકી આપી
    Next Article
    સુરતમાં CAના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ:સગીર પુત્રને લટકતો જોઈ માતાની ચીસ નીકળી ગઈ; 2009માં પતિ બાદ હવે દીકરો ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment