Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહારના ફેરિયાઓ પર પણ રોક:ગોસા ગામમાં પડીકાના નાસ્તા વેચાણ પર પ્રતિબંધ

    10 hours ago

    જંક ફૂડ અને પ્લાસ્ટિક પેકેટ નાસ્તા જેમાં અલગ-અલગ આકારમાં તળેલા અને ઉપર ચટપટો મસાલો છાંટેલો નાસ્તો, વેફર, નમકીનથી લોકો તેમજ બાળકોના આરોગ્ય પર થતી ગંભીર માઠી અસરોને ધ્યાને રાખીને પોરબંદરના ગોસા ગામે એક અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં હવેથી રૂ. 5 અને રૂ. 10ના આવા પડીકાના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગામના સરપંચ વાધાભાઈ કારાભાઈ કોડિયાતર, ઉપસરપંચ પોલાભાઈ લખમણભાઇ આગઠ સહિતના ગ્રામજનો અને ગામના વેપારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં ગહન ચર્ચાઓ બાદ સર્વાનુમતે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગામમાં આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે તે માટે માત્ર પડીકા બંધ જ નથી કરાયા, પરંતુ કડક નિયમો પણ અમલી બનાવાયા છે. જો ગામનો કોઈ દુકાનદાર રૂ. 5 કે રૂ. 10ના પડીકાં લાવશે કે વેચશે તો તેને રૂ. 5000નો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત બહારથી આવતા ફેરિયાઓને પણ આવા પડીકાં વેચવા માટે ગામમાં પ્રવેશવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવાઈ છે. આ નિર્ણયની સૌથી વિશેષ વાત એ છે કે ગોસા ગામમાં પડીકાંનું વેચાણ કરતા 20 જેટલા સ્થાનિક દુકાનદારો છે, જેમણે પોતાના આર્થિક લાભ કરતાં લોકોના સ્વાસ્થ્યને વધુ મહત્વ આપ્યું છે. આ તમામ દુકાનદારોએ મળીને સરેરાશ રોજના રૂ.20,000નો વેપાર સ્વેચ્છાએ જતો કર્યો છે. નાના એવા ગોસા ગામના આ અનોખા પગલાંની સમગ્ર પોરબંદર જિલ્લામાં ભારે સરાહના થઈ રહી છે. જાણો કેમિકલ અને હલકા તેલનો ખેલ, સ્વાસ્થ્ય માટે જોખમી રૂ. 5-10ના પડીકાં ક્ષણભરનો સ્વાદ આપે છે, પરંતુ શરીરમાં ધીમા ઝેર સમાન કામ કરે છે. તેમાં વપરાતું હલકી ગુણવત્તાનું પામ ઓઇલ અને વારંવાર ઉકાળેલું તેલ પાચન બગાડી નાની વયે ફેટી લિવર, એસિડિટી અને હૃદયરોગ નોતરે છે. પડીકાં ટકાવી રાખવા ઉમેરાતા પ્રિઝર્વેટિવ્સ, કૃત્રિમ રંગો અને MSG કેમિકલ્સ બાળકોના શારીરિક-માનસિક વિકાસને અવરોધે છે. વધુ પડતું સોડિયમ (મીઠું) કિડની પર બોજ વધારે છે અને મેદસ્વિતા તેમજ બીપી વધારે છે. પોષણ શૂન્ય હોવાથી બાળકોની ભૂખ મરી જાય છે.
    Click here to Read More
    Previous Article
    કચરાના ઢગલા દેખાય તો ફોટો અને લોકેશન મોકલતાં સફાઈ થશે‎:પોરબંદરમાં ગંદકીની ફરિયાદ હવે સીધી વોટ્સએપ ચેટબોટ પર થઈ શકશે
    Next Article
    दिल्ली में आज क्या खुला-क्या बंद, जानें मेट्रो, ट्रेन से कैब तक सारी डिटेल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment