Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચરાના ઢગલા દેખાય તો ફોટો અને લોકેશન મોકલતાં સફાઈ થશે‎:પોરબંદરમાં ગંદકીની ફરિયાદ હવે સીધી વોટ્સએપ ચેટબોટ પર થઈ શકશે

    11 hours ago

    પોરબંદર મનપા દ્વારા વધુ એક ડિજિટલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શહેરમાં ગંદકી અંગેની ફરિયાદ હવે સીધી વોટ્સએપ ચેટબોટ પર કરી શકાશે. મનપા વિસ્તારમાં કચરાના ઢગલા દેખાય તો ફોટો અને લોકેશન મોકલતાં જ સફાઈ હાથ ધરાશે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા તેમજ શહેરીજનોની સહભાગિતા વધારવા માટે સરકારી સ્તરે ખાસ વોટ્સએપ ચેટબોટ સુવિધા શરૂ કરવામાં આવી છે. શહેરમાં ક્યાંય પણ ગંદકી કે કચરાના ઢગલા જોવા મળે તો નાગરિકો સ્થળનો ફોટો, લોકેશન, જરૂરી વિગતો વોટ્સએપ દ્વારા મોકલી તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકશે. ત્યારબાદ સફાઈ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરાશે. ​સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ શહેરના નિર્માણ હેતુથી શરૂ કરાયેલી આ પહેલથી નાગરિકો શેરી, જાહેર માર્ગો કે બગીચાઓમાં જોવા મળતી અસ્વચ્છતા અંગે સરળતાથી તંત્રનું ધ્યાન દોરી શકશે. આ માટે નાગરિકોએ પોતાના મોબાઈલમાંથી નિયત વોટ્સએપ નંબર પર સંપર્ક કરવો રહેશે. ત્યાં ફોટો તેમજ ચોક્કસ લોકેશન મળવાથી સફાઈ કર્મચારીઓને ઘટનાસ્થળ ઓળખી ઝડપી સફાઈ કરવામાં સરળતા રહેશે. વોટ્સએપ ચેટબોટ પર ફરિયાદ નોંધાવવી સરળ નાગરિકોએ પોતાના મોબાઈલમાં 76228 8000 નંબર સેવ કરી તેના પર વોટ્સએપ દ્વારા માત્ર ''HI'' લખીને મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ ચેટબોટ પરથી મળતી સૂચના મુજબ ગંદકીવાળી જગ્યાનો ફોટો, સ્થળનું લોકેશન અને ફરિયાદનું સંક્ષિપ્ત વર્ણન મોકલી શકાશે. આ ઉપરાંત મનપા દ્વારા જારી કરાયેલ ક્યૂઆર કોડ સ્કેન કરીને પણ સીધા જોડાઈ શકાય છે.
    Click here to Read More
    Previous Article
    પરંપરા સાથે મોડર્ન ટચ‎:નવરાત્રીમાં ઝુમ્મરવાળી બંગડીનો ક્રેઝ, ટ્રેન્ડી ચશ્માનું આકર્ષણ : રૂ.10થી રૂ.100 સુધીના ટેટૂ
    Next Article
    બહારના ફેરિયાઓ પર પણ રોક:ગોસા ગામમાં પડીકાના નાસ્તા વેચાણ પર પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment