Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકનસર પાસે બોલેરોની ટક્કરે બાઈકસવાર બે મિત્રો ઘાયલ:એકને માથા અને પગમાં ફ્રેક્ચર, બીજાને પગમાં ઈજા; રાજકોટમાં સારવાર ચાલુ

    1 day ago

    મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસર ગામના કટ પાસે બોલેરો પીકઅપે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકસવાર બે મિત્રો ઘાયલ થયા હતા. તેમને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. મકનસરની ધર્મમંગલ સોસાયટીમાં રહેતા રામુભાઈ શર્મા (ઉં.વ. 23) અને મિત્ર નીખિલસિંહ 7 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે પલ્સર બાઈક પર એપેક્ષ હોસ્પિટલથી મકનસર જતા હતા. ત્યારે પાછળથી આવેલી બોલેરો પીકઅપના ચાલકે બેફિકરાઈથી બાઈકને ટક્કર મારી. ટક્કર વાગતા બંને મિત્રો રોડ પર પટકાયા. રામુભાઈને જમણા પગે ફ્રેક્ચર થયું છે. નીખિલસિંહને માથા અને જમણા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. બંનેને મોરબીની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં સારવાર ચાલુ છે. આ બનાવ અંગે ઘાયલ રામુભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘માફ કરજો 'PM અંબાણીજી...’:તમે જ દેશના અસલી માલિક છો એ સમજવામાં મારાથી ભૂલ થઈ! સ્ટારલિંકનું લાયસન્સ અટકવા પર મસ્કનો કટાક્ષ
    Next Article
    માળીયામાં ST બસની ટક્કરે બુલેટ સવાર કાકા-ભત્રીજો ઘાયલ:ત્રણ રસ્તા નજીક અકસ્માત, ભત્રીજા ઈમરાનને પગમાં ફ્રેક્ચર; મોરબી હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment