Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં એસિડ પી વૃદ્ધનો આપઘાત:બીમારીના કારણે સતત માનસિક તણાવમાં રહેતા હતા, પુત્ર-પુત્રવધુ બહાર ગયાને એકલતાનો લાભ લઇ જીવન ટૂંકાવ્યું

    12 hours ago

    રાજકોટ શહેરમાં આપઘાતની ઘટના સામે આવી છે. લેન્ડમાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધે એસિડ પી આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ પોતે છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી બીમારીથી કંટાળી સતત માનસિક તણાવમાં રહેતા હોવાથી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ​લાંબા સમયથી અલગ-અલગ ગંભીર બિમારીઓ લાગુ પડી હતી રાજકોટના નાનામવા રોડ પર ન્યુ ગાંધી સ્કૂલ સામે આવેલા લેન્ડમાર્ક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.401માં રહેતા 65 વર્ષીય વાલજી રાઘવજી બોદર પોતાના ઘરે એકલા હતા, ત્યારે એસિડ પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વાલજીભાઈને લાંબા સમયથી અલગ-અલગ ગંભીર બિમારીઓ લાગુ પડી હતી અને તેમણે પાંચે વખત જુદી જુદી સર્જરી પણ કરાવી હોવાનું સામે આવ્યું છે. સતત દવા-સારવાર કરાવવા છતાં કોઈ રાહત ન મળતા માનસિક તણાવમાં રહેતા હોવાથી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એકલતાનો લાભ લઇ એસિડ પી લીધું ​મૃતક વાલજીભાઈના પત્નીનું અવસાન થયા બાદ તેઓ નાના દીકરા અને વહુ સાથે રહેતા હતા. પરિવારજનો મોટા દીકરાના ઘરે ગયા હતા ત્યારે એકલતાનો લાભ લઇ વાલજીભાઈએ એસિડ પી લીધું હોવાનું સામે આવતા તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સગીરા સાથે દુષ્કર્મ કરનારા શખ્સને 20 વર્ષની સખત કેદની સજા:પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ, ભાવનગરના એડિશનલ સેશન્સ અને સ્પે.પોક્સો જજનો ચુકાદો
    Next Article
    India vs West Indies LIVE Score, 2nd T20I: Sanju Samson, Shreyas Iyer, Tilak Varma Help India Set 250-Run Target For WI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment