Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડાની સ્કૂલમાં આગથી બચાવની મોકડ્રિલ:વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે સુરક્ષિત બહાર નીકળવા અને બચાવ કામગીરીની તાલીમ અપાઈ

    3 days ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એસ.કે. હાઈસ્કૂલની મેઈન બ્રાન્ચ ખાતે આગ જેવી આપત્તિ માટે મોકડ્રિલ યોજાઈ હતી. જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને લુણાવાડા નગરપાલિકાના ફાયર વિભાગે આ મોકડ્રિલ કરી હતી. તેનો હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા અને બચાવ કામગીરી અંગે જાગૃત કરવાનો હતો. મોકડ્રિલમાં એક વર્ગખંડમાં આગ લાગી હોવાની પરિસ્થિતિ ઊભી કરાઈ. ફાયર એલાર્મ વાગતા જ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ગ્રાઉન્ડમાં ભેગા કરાયા. ધુમાડાને કારણે બેભાન થયેલા એક વિદ્યાર્થીને ફાયર વિભાગે બચાવ્યો. તેને 108 ઈમરજન્સી સેવા દ્વારા સરકારી હોસ્પિટલ મોકલવાની કામગીરી પણ કરાઈ. આગની જાણ થતા જ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. તેમણે આગ પર કાબૂ મેળવવા સહિતની બચાવ કામગીરીનું નિદર્શન કર્યું. આ મોકડ્રિલથી વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોને આગ જેવી કટોકટીમાં સતર્ક રહેવા અને બચાવ વ્યવસ્થાની સમજ અપાઈ.
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર 2.0થી દિલ્હીમાં આંધી:સાત દિગ્ગજોએ મોદી સરકારને ઘેરી, સાત મુદ્દા ભાજપની ગેમ બગાડી શકે, 2011નાં રામલીલા મેદાન જેવો માહોલ બન્યો
    Next Article
    લોન અપાવવાના બહાને 28.77 લાખની છેતરપિંડી:બજાજ ફિનસર્વના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પ્રોસેસિંગ, સર્વિસ ચાર્જ અને GSTના નામે નાણાં પડાવ્યા, બે શખ્સો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment