Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન અપાવવાના બહાને 28.77 લાખની છેતરપિંડી:બજાજ ફિનસર્વના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પ્રોસેસિંગ, સર્વિસ ચાર્જ અને GSTના નામે નાણાં પડાવ્યા, બે શખ્સો સામે ફરિયાદ

    3 days ago

    દીકરીના લગ્ન માટે રૂ.5 લાખની લોન લેવાની આશામાં વડોદરાના તરસાલીમાં રહેતા 55 વર્ષીય કર્મચારી સાયબર ઠગોના જાળમાં ફસાયા હતા. બજાજ ફિનસર્વના અધિકારી હોવાની ઓળખ આપીને લોન અપાવવાની લાલચ આપનારા શખ્સોએ પ્રોસેસિંગ ફી, સર્વિસ ચાર્જ, NOC અને GST સહિતનાં જુદાં જુદાં બહાનાં હેઠળ તેમની પાસેથી 28.77 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. લાંબા સમય સુધી લોનની રકમ નહીં મળતાં છેતરપિંડી થયાનું જણાતાં ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા આધેડ પોર ખાતે આવેલી કંપનીમાં છેલ્લા 21 વર્ષથી ડિસ્પેચ ઓફિસર તરીકે નોકરી કરે છે. તેમની દીકરીનાં લગ્ન માટે રૂ.5 લાખની લોનની જરૂર હોવાથી તેમણે લોન લેવાની તૈયારી દર્શાવી હતી. આ દરમિયાન ગત 5 ઓગસ્ટ, 2026ના રોજ તેમના મોબાઇલ પર રાજ ગોપાલ કુંડુ નામના શખ્સનો ફોન આવ્યો હતો. તેણે પોતે બજાજ ફિનસર્વ કંપનીનો સિનિયર ઓફિસર હોવાનું જણાવી છ વર્ષ માટે ચાર ટકા વ્યાજદરે રૂ.5 લાખની લોન અપાવવાની વાત કરી હતી. લોનની પ્રક્રિયા શરૂ કરવા માટે રૂ.1,950 પ્રોસેસિંગ ફી માગવામાં આવતાં બીજુકુમારે ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સર્વિસ ચાર્જ અને અન્ય ચાર્જના નામે રૂ.12,440 તથા રૂ.12,440 ભરાવ્યા હતા. ત્યારબાદ NOC માટે રૂ.24,650 અને લોન મંજૂર થઈ ગઈ હોવાનું જણાવી GSTના નામે રૂ.42,500 પણ પડાવ્યા હતા. આ રીતે અલગ અલગ બેંક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરાવી આરોપીઓએ લોનની પ્રક્રિયા પૂર્ણ થવાની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ પણ વધુ નાણાંની માગણી કરવામાં આવતાં બીજુકુમારને શંકા ગઈ હતી. તેમણે મેનેજર આકાશ વર્માનો સંપર્ક કરતાં લોનની પ્રક્રિયા થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં લોનની રકમ મળી નહોતી. ફરિયાદ મુજબ, 5 ઓગસ્ટથી 2 ઓક્ટોબર, 2026 દરમિયાન જુદાં જુદાં બહાનાં હેઠળ તેમની પાસેથી રૂ.28,77,659 ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આરોપીઓએ વોટ્સએપ પર કંપનીના ઓળખપત્રો અને નાણાં ભર્યાની બનાવટી સ્લિપો મોકલી વિશ્વાસ જીત્યો હોવાનો પણ આક્ષેપ છે. અંતે ભોગ બનનારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રાજ ગોપાલ કુંડુ અને આકાશ વર્મા સહિત સંબંધિત મોબાઇલ નંબરનો ઉપયોગ કરનારાઓ તથા બેંક ખાતાધારકો સામે તપાસ કરવા ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે વોટ્સએપના સ્ક્રીનશોટ અને બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવાના આધારે તપાસ હાથ ધરવાની કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડાની સ્કૂલમાં આગથી બચાવની મોકડ્રિલ:વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે સુરક્ષિત બહાર નીકળવા અને બચાવ કામગીરીની તાલીમ અપાઈ
    Next Article
    ગણદેવીમાં વિકસિત ભારત 2047 અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ:શાળાની દીકરીઓએ દેશભક્તિ અને સર્જનાત્મકતા દર્શાવી, ‘વિકસિત ભારત’ સહિતના વિષયો પર રંગોળી બનાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment