Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની સયાજી હોસ્પિટલના ચોથા માળેથી યુવક કૂદ્યો:ઘરમાં બ્લેડ માર્યા બાદ હોસ્પિટલમાં પણ આપઘાતનો પ્રયાસ; એમ્બ્યુલન્સ ચાલક પર પડતાં કમરના મણકાં તૂટ્યાં, દર્દીને ગંભીર ઈજા

    9 hours ago

    વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 33 વર્ષીય હિતેશ રોહિત નામના યુવકે એક જ દિવસમાં બીજી વખત આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. કિશનવાડીના શાસ્ત્રીનગરમાં રહેતા હિતેશે સવારે પોતાના ઘરે હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પડતું મૂકતાં તે નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પર પડ્યો હતો. આ ઘટનામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સારવાર દરમિયાન હોસ્પિટલના ચોથા માળેથી કૂદ્યો હિતેશને તેની પત્ની અને પરિજનો તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં તાત્કાલિક સારવાર વિભાગમાં તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હિતેશ અચાનક દોડીને લિફ્ટ અને દાદરા મારફતે હોસ્પિટલની ઈમારતના ચોથા માળે પહોંચી ગયો હતો અને ત્યાંથી નીચે ઝંપલાવ્યું હતું. તે નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર પડતાં ચાલકના મણકા તૂટી ગયા હતા અને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. માનસિક અસ્વસ્થતાના કારણે પગલું ભર્યાની શંકા પરિજનોના જણાવ્યા મુજબ હિતેશ પરિણિત છે, એક પુત્રીનો પિતા છે અને હાલ કોઈ કામ-ધંધો કરતો નહોતો. તે છેલ્લા બે દિવસથી માનસિક અસ્વસ્થ થઈને 'મને ઘરમાં બે-ત્રણ જણા દેખાય છે' તેમ કહી રહ્યો હતો. ઘરમાં કોઈ વિવાદ કે ઝઘડો થયો ન હોવા છતાં તેણે આ ખોફનાક પગલું ભર્યું હતું. એક જ દિવસમાં બે વાર આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્નાન કરાવતી વખતે વહુસે સાસુને તમાચા માર્યા:જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, રાહુલ ગાંધી પર ભડક્યા ગિરિરાજસિંહ, બોલેરો અને ટ્રકની ટક્કરમાં સાત શ્રમિકોના મોત
    Next Article
    સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલયમાં અરુણ બિન્નાડીની અધ્યક્ષતામાં સંગઠનાત્મક બેઠક:પ્રદેશ અને જિલ્લાના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment