Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોડાસરમાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને પુત્રી પર પુત્ર-પુત્રવધૂનો હુમલો:કપડાં બદલવાની સામાન્ય બાબતે ઝઘડો, 'બહાર નીકળી જા નહીંતર સળગાવી દઈશ'ની ધમકી આપી

    18 hours ago

    અમદાવાદના ઘોડાસરમાં આવેલા કામેશ્વર પાર્કમાં રહેતા 71 વર્ષીય નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ પર તેના જ પુત્ર અને પુત્રવધૂએ કપડાં બદલવાની સામાન્ય તકરારમાં હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પિતાને બચાવવા વચ્ચે પડેલી પરિણીત પુત્રી પર પણ પુત્રવધૂએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત પુત્રે 'ઘર બહાર નીકળી જા નહીંતર સળગાવી દઈશ' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આખરે પિતાએ પુત્ર અને પુત્રવધૂ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને પુત્રીને મારમાર્યો ઘોડાસર કેનાલ રોડ પર આવેલી કામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 71 વર્ષીય દેવેન્દ્રકુમાર ચંપકલાલ શાહ જાન્યુઆરી 2015માં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે નિવૃત્ત થયા હતા. ગત 7 ઓક્ટોબરે સવારે તેઓ પોતાના બેડરૂમમાં ધોયેલાં કપડાં વાળી રહ્યા હતા. તે સમયે તેમના પુત્ર ઉમંગની પત્ની સ્નેહા રૂમમાં આવી હતી અને મારે કપડાં બદલવાં છે. તમે રૂમની બહાર જાઓ તેમ કહ્યું હતું. દેવેન્દ્રકુમારે આ મારો રૂમ છે તમારો રૂમ ઉપરના માળે છે ત્યાં જઈને બદલી લો તેમ જણાવતાં જ સ્નેહા ઉશ્કેરાઈ ગઈ હતી અને તેના પતિ ઉમંગને બોલાવી લાવી હતી. ઉમંગ અને સ્નેહા બંનેએ દેવેન્દ્રકુમારને ધક્કા મારી રૂમની બહાર કાઢ્યા હતા અને પુત્ર ઉમંગે પિતાની છાતીમાં બે મુક્કા મારી દીધા હતા. તે દરમિયાન દેવેન્દ્રકુમારની દીકરી હિરલ પિતાને છોડાવવા વચ્ચે પડી હતી. તેના પર પણ સ્નેહાએ હુમલો કરી છાતીમાં બે-ત્રણ મુક્કા મારી દીધા હતા. બંનેએ બિભત્સ ગાળો બોલી પિતાને ઘરમાંથી નીકળી જવાની ધમકી આપી હતી. 'ઘરની બહાર નીકળી જજે નહીંતર સળગાવી દઈશ' બંને આરોપીઓ બહાર ગયા બાદ હિરલે ઉમંગને ફોન કરતા ઉમંગ અને સ્નેહા ફરી ઘરે આવ્યા હતા અને ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો. દેવેન્દ્રકુમાર અને દીકરીએ પોતાને રૂમમાં બંધ કરી દીધા હતા. તે વખતે ઉમંગે રૂમની બહાર ઊભા રહીને કહ્યું-ઘરની બહાર નીકળી જજે નહીંતર સળગાવી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી દેવેન્દ્રકુમારે પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માગી હતી. આ અંગે ઇસનપુર પોલીસે ઉમંગ શાહ અને સ્નેહા શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વૃક્ષોને પાણી છાંટતા ટેન્કરને પાછળથી ટ્રેલરે ટક્કર મારી, એકનું મોત:બે લોકોને ગંભીરઈજા, રાધનપુર–પાલનપુર હાઇવે પર અકસ્માત, અફરાતફરીનો માહોલ સર્જાયો
    Next Article
    મોરબીના યુવાનો ચલાવે છે 'હરતો ફરતો સેવા કેમ્પ':માતાના મઢ જતા પદયાત્રીઓને 18 વર્ષથી આપે છે ઠંડાં પીણાં, ફરસાણ અને મેડિકલ સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment