Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના પારનેરા ડુંગર પર આસો નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં:સાતમ-આઠમે ભક્તોનું મહેરામણ ઉમટશે, મંદિર ટ્રસ્ટ દ્વારા સુવિધાઓ કરાઈ

    1 day ago

    વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર પર આસો નવરાત્રિ પર્વ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. નવ દિવસ દરમિયાન દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. ખાસ કરીને સાતમ અને આઠમના દિવસે મંદિર પરિસરમાં મેળો ભરાય છે અને હજારો દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા તૈયારીઓ પૂરજોશમાં છે. પારનેરા મંદિર ટ્રસ્ટના બાબુ પટેલે જણાવ્યું કે, નવરાત્રિમાં આઠમનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે મેળો પણ યોજાય છે. ભક્તોની મોટી ભીડને ધ્યાનમાં રાખીને સાતમ અને આઠમના દિવસે મંદિર આખી રાત દર્શન માટે ખુલ્લું રહેશે. શ્રદ્ધાળુઓ પગપાળા કે ઘૂંટણભેર ચાલીને મા અંબા અને મહાકાળીના ચરણોમાં શીશ નમાવવા પહોંચે છે. ભક્તોને તડકો કે વરસાદ ન નડે તે માટે પ્રથમ પગથિયાથી મંદિર સુધી મોટો શેડ બનાવાયો છે. નવા પગથિયાં, 2 થી 3 પરબ (પાણીની વ્યવસ્થા) અને બેસવા માટે બાંકડા પણ બનાવાયા છે. સફાઈ અને અન્ય વ્યવસ્થાઓ અંતિમ તબક્કામાં છે.
    Click here to Read More
    Previous Article
    CJPએ કહ્યું-સરકાર ડરી, જ્ઞાનેશ કુમાર ગયા તો બધા જ ગયા!:દિલ્હી બોર્ડર પર BSF તૈનાત, આજે રાત્રે 9 વાગ્યાથી 57 મેટ્રો સ્ટેશન બંધ રહેશે; દિલ્હી આવતી અનેક ટ્રેનો રદ
    Next Article
    Norwegian Mayor Spotted Exploring India In A 'Tuk-Tuk’: Here’s Why He Is Doing It

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment