Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતવંશી નવનીતમ પિલ્લાઈને શાંતિનો નોબેલ પુરસ્કાર:વ્યવસાયે વકીલ; દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડવામાં નેલ્સન મંડેલાની મદદ કરી

    1 day ago

    નોર્વેની નોબેલ સમિતિએ 2026નો શાંતિ પુરસ્કાર ભારતવંશી નવનીતમ નાવી પિલ્લાઈને આપવાની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં પિલ્લાઈએ રંગભેદ સામે લડનારા નેલ્સન મંડેલા સહિત અનેક લોકોની વકીલ તરીકે મદદ કરી હતી. તેમને યુદ્ધ અપરાધ અને નરસંહારના દોષિતોને સજા અપાવવા અને આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત કરવાના પ્રયાસો માટે આ સન્માન આપવામાં આવશે. નાવી પિલ્લાઈનો જન્મ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ભારતીય તમિલ મૂળના પરિવારમાં થયો હતો. પિલ્લાઈના 5 મહત્વપૂર્ણ કામ… 1. રંગભેદ સામે લડાઈ: દક્ષિણ આફ્રિકામાં વકીલ તરીકે તેમણે રંગભેદની નીતિનો વિરોધ કરનારા કાર્યકર્તાઓનો બચાવ કર્યો. તેમણે રાજકીય કેદીઓના અધિકારો માટે પણ કામ કર્યું. 2. મહિલાઓના અધિકારો માટે કામ: 1985માં તેમણે 'ઇક્વાલિટી નાઉ' નામના આંતરરાષ્ટ્રીય સંગઠનની સહ-સ્થાપના કરી. આ સંગઠન મહિલાઓ અને છોકરીઓના અધિકારો માટે કામ કરે છે. 3. આંતરરાષ્ટ્રીય અપરાધો પર સુનાવણી: 2003માં તેઓ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના જજ બન્યાં. અહીં નરસંહાર, યુદ્ધ અપરાધ અને માનવતા સામેના અપરાધો સાથે જોડાયેલા કેસોની સુનાવણી થાય છે. 4. સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારોની રક્ષા: 2008થી 2014 સુધી તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માનવાધિકાર પ્રમુખ તરીકે કામ કર્યું. આ દરમિયાન તેમણે વિશ્વભરમાં માનવાધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવા અને દોષિતોની જવાબદારી નક્કી કરવા પર ભાર મૂક્યો. 5. દક્ષિણ આફ્રિકામાં ઇતિહાસ રચ્યો: 1967માં તેઓ નટાલ પ્રાંતમાં વકીલાત શરૂ કરનારાં પ્રથમ મહિલા બન્યાં. પાછળથી તેઓ દક્ષિણ આફ્રિકાની હાઇકોર્ટમાં જજ બનનારાં પ્રથમ અશ્વેત મહિલા પણ બન્યાં. રવાંડા નરસંહારના કેસમાં ઐતિહાસિક ભૂમિકા પિલ્લાઈની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો રવાંડામાં નરસંહાર સાથે જોડાયેલા કેસોની સુનાવણી રહ્યો. 1994માં રવાંડામાં મોટા પાયે નરસંહાર થયો હતો. જેમાં તુત્સી સમુદાયના લોકોની મોટા પાયે હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રએ અપરાધીઓને સજા અપાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ બનાવ્યું. 1995માં પિલ્લાઈ આ ટ્રિબ્યુનલમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયાં. તેમણે 1999થી 2003 સુધી તેના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું. શાંતિનો નોબેલ સ્વિડનને બદલે નોર્વેમાં કેમ? નોબેલના બાકીના પુરસ્કારો સ્વિડનમાં આપવામાં આવે છે, પરંતુ શાંતિનો નોબેલ નોર્વેની રાજધાની ઓસ્લોમાં આપવામાં આવે છે. આનું કારણ લગભગ 130 વર્ષ જૂનું છે. આ વ્યવસ્થા ખુદ અલ્ફ્રેડ નોબેલે પોતાની વિલ (વસિયતનામા)માં નક્કી કરી હતી. 1895માં લખેલી પોતાની વિલમાં નોબેલે નક્કી કર્યું હતું કે શાંતિ પુરસ્કારનો નિર્ણય નોર્વેની સંસદ દ્વારા ચૂંટાયેલી સમિતિ કરશે. તે સમયે સ્વિડન અને નોર્વે એક જ રાજાના શાસન હેઠળ હતા, જોકે બંનેની પોતાની સંસદ અને અલગ રાજકીય વ્યવસ્થા હતી. નોબેલે એ નહોતું સ્પષ્ટ કર્યું કે શાંતિ પુરસ્કાર માટે તેમણે નોર્વેની જ પસંદગી કેમ કરી. નોબેલનું 1896માં અવસાન થયું અને 1901થી પુરસ્કારો આપવાની શરૂઆત થઈ. તે સમયે સ્વિડન અને નોર્વે એક યુનિયનમાં હતા. 1905માં બંને દેશો અલગ થઈ ગયા, પરંતુ નોબેલની વિલમાં શાંતિ પુરસ્કાર માટે નોર્વેને આપવામાં આવેલી જવાબદારી ચાલુ રહી. આ જ કારણસર આજે પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય અને અર્થશાસ્ત્રના નોબેલ સ્વિડનમાં, જ્યારે શાંતિનો નોબેલ નોર્વેમાં આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતી ફિલ્મ 'સુપર કાંડ'નું પોસ્ટર રિલીઝ:આવતા વર્ષે પહેલી જાન્યુઆરીએ થિયેટરમાં આવશે, અનોખા પ્રમોશનલ સ્ટંટને કારણે ચર્ચામાં આવી
    Next Article
    CJPએ કહ્યું-સરકાર ડરી, જ્ઞાનેશ કુમાર ગયા તો બધા જ ગયા!:દિલ્હી બોર્ડર પર BSF તૈનાત, આજે રાત્રે 9 વાગ્યાથી 57 મેટ્રો સ્ટેશન બંધ રહેશે; દિલ્હી આવતી અનેક ટ્રેનો રદ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment