Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગના જંગલોમાંથી દીપડા નવસારી પહોંચ્યા, શેરડીના ખેતરો બન્યા આશ્રયસ્થાન:ખોરાકની અછતથી સ્થળાંતર, વન વિભાગે 'સહ-અસ્તિત્વ'નો મંત્ર અપનાવ્યો

    4 days ago

    દક્ષિણ ગુજરાતમાં વન્યજીવોના રહેઠાણ અને સ્થળાંતરમાં મોટો બદલાવ આવ્યો છે. ડાંગના જંગલો ઘટતા અને ખોરાકની અછત થતા, દીપડાઓ માટે હવે નવસારી જિલ્લો સુરક્ષિત આશ્રયસ્થાન બન્યો છે. દીપડા વાંસદા, ચીખલી, ગણદેવી, ખેરગામ પછી નવસારી શહેર અને તેની આસપાસની વસ્તી સુધી પહોંચી રહ્યા છે. નવસારીનો કુદરતી માહોલ દીપડાઓની જીવનશૈલી માટે અનુકૂળ છે. અહીં તેમને ભૂંડ અને મરઘી જેવા શિકાર સરળતાથી મળે છે. શેરડીની ખેતી દીપડાઓ માટે સુરક્ષિત ઘર બની છે, કારણ કે ઊંચો પાક 6 મહિના સુધી કપાતો નથી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર મિતુલ પટેલના મતે, દીપડાને પાંજરામાં પકડવો કાયમી ઉકેલ નથી; આપણે તેની સાથે સહઅસ્તિત્વ કેળવવું પડશે. વન વિભાગ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. દીપડો દેખાય તો ગભરાશો નહીં. નાગરિકો ટોલ ફ્રી નંબર 1926 પર સંપર્ક કરી શકે છે અથવા વન વિભાગની મદદ લઈ શકે છે. છેલ્લા 18 વર્ષથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્ય ચિંતન મહેતા ઉમેરે છે કે, "ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ માટે સુરક્ષિત સ્થાનો વધ્યા છે અને જંગલોમાં અપૂરતા ભોજનને કારણે તેઓ માનવ વસ્તી તરફ સ્થળાંતર કરી રહ્યા છે. વન વિભાગ પોતાની રીતે કાર્યવાહી કરે છે, પરંતુ નાગરિકોએ પણ પોતાની જીવનશૈલીમાં વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા દાખવવી અનિવાર્ય છે. નાગરિકો માટે વિશેષ અપીલ અને સાવચેતી દીપડો એ સ્વાભાવિક રીતે જ માનવીથી ગભરાતો જીવ છે. તે ક્યારેય વગર કારણે હુમલો કરતો નથી, પરંતુ જો તેને પોતાના જીવન કે બચ્ચા પર ખતરો લાગે તો જ તે સ્વબચાવમાં પ્રતિક્રિયા આપે છે. નવસારીના નાગરિકોએ દીપડાઓ સાથેના આ નવા સમીકરણોને સ્વીકારીને જાગૃત રહેવાની અને વન વિભાગના નિયમોનુસાર સહજીવન અપનાવવાની જરૂર છે. છેલ્લા 18 વર્ષથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્ય ચિંતન મહેતા ઉમેરે છે કે, "ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ માટે સુરક્ષિત સ્થાનો વધ્યા છે અને જંગલોમાં અપૂરતા ભોજનને કારણે તેઓ માનવ વસ્તી તરફ સ્થળાંતર કરી રહ્યા છે. વન વિભાગ પોતાની રીતે કાર્યવાહી કરે છે, પરંતુ નાગરિકોએ પણ પોતાની જીવનશૈલીમાં વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા દાખવવી અનિવાર્ય છે. નાગરિકો માટે વિશેષ અપીલ અને સાવચેતી દીપડો એ સ્વાભાવિક રીતે જ માનવીથી ગભરાતો જીવ છે. તે ક્યારેય વગર કારણે હુમલો કરતો નથી, પરંતુ જો તેને પોતાના જીવન કે બચ્ચા પર ખતરો લાગે તો જ તે સ્વબચાવમાં પ્રતિક્રિયા આપે છે. નવસારીના નાગરિકોએ દીપડાઓ સાથેના આ નવા સમીકરણોને સ્વીકારીને જાગૃત રહેવાની અને વન વિભાગના નિયમોનુસાર સહજીવન અપનાવવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 8 વર્ષની ભાણકીની હત્યા કરનાર મામાને ફાંસી:પોક્સો કોર્ટે કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ગણી આજીવન કેદ અને 50 હજારનો દંડ પણ ફટકાર્યો
    Next Article
    ગાંધીનગરના કુડાસણ પીજીમાં ABVP દ્વારા અચાનક તપાસ:આલ્ફા ગર્લ્સ એન્ડ બોયઝ પીજીમાં વિદ્યાર્થીઓને અપાતું પીવાનું પાણી હલકી ગુણવત્તાનું;રસોડામાંથી એક્સપાયરી ડેટ વાળી ખાદ્ય સામગ્રી ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment