Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય:વિપ્રો, ટાટા, ઇન્ફોસિસ જેવી આઈટી કંપનીઓને ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી

    7 hours ago

    અમેરિકાની ટ્રમ્પ સરકારે હવે એક એવો મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ત્યાં કામ કરી રહેલા ભારતીયો અને ભારતીય IT કંપનીઓ પર પડશે. અમેરિકન સરકારે ગુરુવારે અનેક દિગ્ગજ આઈટી કંપનીઓને 'પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ' (PERM)માંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ એ જ પ્રોગ્રામ છે જેના અંતર્ગત કંપનીઓ H-1B વિઝા ધારક કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડની અરજી કરી શકે છે. ટ્રમ્પ સરકારે જે IT કંપનીઓને આ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી છે, તેમાં કોગ્નિઝન્ટ, ઈન્ફોસિસ, ટાટા, વિપ્રો, HCL, કેપજેમિની, માઇક્રોસોફ્ટ અને એડોબ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. શું છે સરકારનો નિર્ણય? આ જાહેરાત અમેરિકી શ્રમ સચિવ (US લેબર સેક્રેટરી) કીથ સોન્ડરલિંગે યુએસ એન્ટી-ફ્રોડ ટાસ્ક ફોર્સના વડા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની ઉપસ્થિતિમાં કરી હતી. સોન્ડરલિંગે જણાવ્યું હતું કે, "હું વિશ્વની કેટલીક સૌથી મોટી IT આઉટસોર્સિંગ કંપનીઓ—કોગ્નિઝન્ટ, ઈન્ફોસિસ, ટાટા, વિપ્રો, HCL અને કેપજેમિનીને 'પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ'માંથી સસ્પેન્ડ કરી રહ્યો છું." તેમણે ઉમેર્યું કે શ્રમ વિભાગ માઇક્રોસોફ્ટ અને એડોબને પણ આ કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, "અમે હવે આ કંપનીઓ સાથે જોડાયેલી કોઈપણ નવી પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન અરજીઓ સ્વીકારીશું નહીં અને હાલમાં પેન્ડિંગ રહેલી અરજીઓ પર પણ કોઈ આગળની કાર્યવાહી નહીં કરીએ." આ આકરો નિર્ણય કેમ લેવાયો? સોન્ડરલિંગે જણાવ્યું કે, "2009થી અત્યાર સુધીમાં માત્ર આ કંપનીઓએ જ અંદાજે 30 લાખ વિદેશી કામદારો માટે વિનંતી કરી છે. તેમને 2,30,000થી વધુ H-1B વિઝા મંજૂરીઓ અને 1,00,000થી વધુ પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન મળ્યા છે." સોન્ડરલિંગે વધુમાં કહ્યું કે, "આનો સીધો અર્થ એ થયો કે અમેરિકન કામદારો પાસેથી લાખો નોકરીઓ છીનવી લેવામાં આવી છે." ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ખાસ કરીને માઇક્રોસોફ્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ ટેક કંપનીએ 6,000 અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા, જ્યારે તેને 6,300 H-1B વિઝા અને અંદાજે 3,000 ગ્રીન કાર્ડનો લાભ મળ્યો. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, "તમે અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી કાઢીને તેમની જગ્યાએ વિદેશી બંધુઆ મજૂરો (indentured servants) ન રાખી શકો." આ નિર્ણયની શું અસર થશે? પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (PERM)એ ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયાનું પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે. તેને સસ્પેન્ડ કરવાનો અર્થ એ છે કે આ 8 કંપનીઓ સાથે જોડાયેલી તમામ નવી અને પેન્ડિંગ ગ્રીન કાર્ડ પ્રોસેસ સંપૂર્ણપણે અટકી જશે. આનો સીધો મતલબ એ છે કે જો કોઈ કર્મચારી હાલ આ કંપનીઓમાં H-1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહ્યો છે, તો તે હાલ પૂરતો H-1B પર જ અટકી રહેશે. તેને ગ્રીન કાર્ડ મળી શકશે નહીં અને તેની ગ્રીન કાર્ડની લાઈન ત્યાં જ થંભી જશે. આ નિર્ણયનો સૌથી મોટો ફટકો આ કંપનીઓમાં નોકરી કરતા ભારતીયોને પડશે. અમેરિકાનો આક્ષેપ છે કે આ કંપનીઓએ અમેરિકનોની નોકરીઓ છીનવી લીધી છે, તેથી હવે આ કંપનીઓને માત્ર અમેરિકન કામદારોને જ હાયર કરવાની ફરજ પાડવામાં આવશે. આવી સ્થિતિમાં એવી દહેશત સેવાઈ રહી છે કે યુએસમાં કામ કરતા ભારતીય કર્મચારીઓને કાં તો પાછા ભારત મોકલવામાં આવી શકે છે અથવા અન્ય કોઈ દેશમાં શિફ્ટ કરવા પડી શકે છે. આ સાથે જ ભારતથી અમેરિકા જવા ઈચ્છતા પ્રોફેશનલ્સ માટેની નવી તકોમાં પણ મોટો ઘટાડો થશે. લેબર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે જ્યાં સુધી આ કંપનીઓ સામે ફેડરલ (કેન્દ્રીય) તપાસ ચાલુ રહેશે, ત્યાં સુધી તે આ કંપનીઓ પાસેથી નવી અરજીઓ સ્વીકારવાનું અને પેન્ડિંગ અરજીઓ પર પ્રક્રિયા કરવાનું સંપૂર્ણપણે બંધ રાખશે.
    Click here to Read More
    Previous Article
    Dhruv Rathee ने CEC Gyanesh Kumar से किए 3 बड़े सवाल | Delhi Protest | CJP | Abhijeet Dipke
    Next Article
    ગઢડાના જીનનાકા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી, એકને ગંભીર ઈજા:છોકરા-છોકરીના ઝઘડાને પગલે બે જૂથ સામસામે આવ્યા, પાઈપ-ધોકા વડે હુમલો; સમગ્ર ઘટના CCTVમાં કેદ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment