Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રેડ-પેની માંગ પર સરકારની ‘કમિટી’ ફોર્મ્યુલા:પ્રશ્નનો કાયમી તથા દૂરોગામી ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે

    8 hours ago

    ગુજરાતમાં વિવિધ પડતર માંગણીઓને લઈને મહેસૂલી કર્મચારીઓની ચાલી રહેલી હડતાળ વચ્ચે રાજ્ય સરકાર અને કર્મચારી મંડળ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કર્મચારીઓની માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રેડ-પેના મુદ્દે વિશેષ કમિટી રચાશે બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મહેસૂલી કર્મચારી મંડળની ગ્રેડ-પે અંગેની મુખ્ય માંગણીના નિરાકરણ માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિના અધ્યક્ષસ્થાને વિશેષ કમિટી રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમિટી કર્મચારી મંડળ પાસેથી માંગણી અંગે વિસ્તૃત વિગતો મેળવશે અને રાજ્યના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને પ્રશ્નનો કાયમી તથા દૂરોગામી ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. ‘ભવિષ્યમાં કોઈ જટિલતા ન સર્જાય તે રીતે ઉકેલ લાવીશું’ સરકારે એવો અભિગમ અપનાવ્યો છે કે, માત્ર હાલની સમસ્યાનું નિરાકરણ નહીં પરંતુ ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ જટિલતા કે પ્રશ્ન ઊભો ન થાય તે રીતે સમગ્ર મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે. કમિટી સ્તરે કર્મચારી મંડળ સાથે નિયમિત સંવાદ પણ જાળવવામાં આવશે. જનતાની કામગીરીને અસર ન થાય તે સરકારની પ્રાથમિકતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, જાહેર જનતાની દૈનિક કામગીરીમાં કોઈ અડચણ ન પડે અને રાજ્યનું હિત જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. સરકારના આ વલણને મહેસૂલી કર્મચારી મંડળના અગ્રણીઓએ આવકારીને સંતોષ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં સેટેલમેન્ટ કમિશનર આર્દ્રા અગ્રવાલ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ વિજય રાવલ, મહામંત્રી પંકજ દેસાઈ, ઉપપ્રમુખ પંકજ પરમાર, સંગઠન મંત્રી સંજય પ્રજાપત અને ખજાનચી રાજ એ. પટેલ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા 9 વર્ષમાં 30 હજારથી વધુ પશુઓની:મોરબીમાં ઉજવણી, EMRI અને પશુપાલન વિભાગના સહયોગથી ચાલે છે સેવા
    Next Article
    રક્તસેવક ગુજરાત બાઈક રાઈડ ટીમ ગીરસોમનાથ રેડક્રોસની મુલાકાતે:ડો. મનીષકુમાર વિડજાની ટીમે સ્વૈચ્છિક રક્તદાન માટે લોકોને પ્રોત્સાહિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment