Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભંડુરી ગામે દારૂ વેંચતા બુટલેગર સામે ગ્રામજનોમાં રોષ:દારૂના વેચાણ અને ફાયરિંગ સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ: આરોપીઓને કાયમ માટે તડીપાર કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર

    2 days ago

    ​જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામે દેશી દારૂના વેચાણનો વિરોધ કરવા બાબતે ઘાતક હુમલો અને ફાયરિંગની ગંભીર ઘટના બની હતી. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ​આ સંદર્ભે ગ્રામજનો દ્વારા એકત્રિત થઈને તાલુકા વિકાસ અધિકારી તથા પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભંડુરી ગામમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા દેશી દારૂના વેચાણનો ધંધો ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યો છે, જેના વિરોધ કરવા પર ફરિયાદી તથા ગ્રામજનો પર જીવલેણ હુમલા કરવામાં આવે છે અને અવારનવાર ફાયરિંગ કરી ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે. ​ગ્રામજનોની મુખ્ય માંગ છે કે આ બનાવમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં અશાંતિ ફેલાવનાર તથા દારૂનો વેપાર કરનાર આ અસામાજિક તત્વોને ગામમાંથી કાયમ માટે તડીપાર કરી કાઢી મૂકવામાં આવે, જેથી ગામમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે. જો તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય અને કઠોર પગલાં ભરવામાં નહીં આવે, તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ​ભંડુરી ગામના રહીશ મેણીબેન વેગડાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં રોશનબેન દારૂ વેચે છે, મારામારી કરે છે, અને ગમે તેવું ગંદુ કામ કરે છે. તેઓ ભલા અને સાદા લોકોને તથા તેમના છોકરાઓને ત્રાસ આપે છે અને બહારગામથી પણ લોકોને બોલાવીને ધમકીઓ અપાવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આવા લોકોના કારણે ગામમાં રહેવું મુશ્કેલ બન્યું છે અને સરકારે આ તમામ બાબતોની કડક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. ​ભુંડુડી ગામના ગોપાલભાઈ કાલરિયાએ જણાવ્યું હતું કે આજે અમે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તેમના ગામમાં રોશનબેન દ્વારા જે અસામાજિક પ્રવૃત્તિઓ અને ડફેરગિરી કરવામાં આવે છે, તે અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. ગામમાં અવારનવાર ફાયરિંગ જેવી ગંભીર ઘટનાઓ બને છે, તે બાબતે પણ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વધુમાં, ડિમોલિશન બાબતે મકાનની બાજુમાં જે ગેરકાયદેસર દબાણો કે પ્રશ્નો છે, તે અંગે પણ સાહેબ સાથે વાતચીત કરવામાં આવી છે. આ મામલે મામલતદાર સાહેબ અને પોલીસ ચોકી ખાતે જઈને તમામ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કદવાલ ગામમાં નવરાત્રી પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:પીએસઆઇ અને સ્ટાફે મુખ્ય બજારથી નવરાત્રી ગ્રાઉન્ડ સુધી 200 મીટર ચાલી સુરક્ષા તપાસી
    Next Article
    દુષ્કર્મના આરોપીએ બદનામીના ડરે લોકઅપમાં જ અંડરગાર્મેન્ટની દોરીથી ગળાફાંસો ખાધો:વજનના કારણે દોરી તૂટતા જીવ બચ્યો, ઈચ્છાપોરમાં જમવા બોલાવેલી બાળકી પર માતાના જ પરિચિતે ગુજાર્યું'તુ દુષ્કર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment