Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામાયણ'ના મેકર્સ પર ઇનકમ ટેક્સની રેડ!:નમિત મલ્હોત્રાની કંપનીની મુંબઈ ઓફિસોમાં તપાસના અહેવાલ, વિદેશી લેવડ-દેવડ સાથે જોડાયેલો છે મામલો

    7 hours ago

    ફિલ્મ 'રામાયણ'ના નિર્માતા નમિત મલ્હોત્રાની કંપની 'પ્રાઇમ ફોકસ લિમિટેડ'ની મુંબઈ સ્થિત ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હોવાના સમાચાર છે. CNBC-TV18ના અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે વિદેશી લેવડદેવડ (ફૉરેન રેમિટન્સ)માં થયેલી ગેરરીતિઓના સંદર્ભમાં આ કાર્યવાહી કરી છે. નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી મોટા બજેટની ફિલ્મ 'રામાયણ'ની રિલીઝના થોડા અઠવાડિયા પહેલાં આ કાર્યવાહી સામે આવી છે. વિદેશી લેવડદેવડ સાથે જોડાયેલો છે મામલો આવકવેરા વિભાગની આ સર્ચ કાર્યવાહી વિદેશોમાં નાણાં મોકલવા સાથે જોડાયેલી નાણાકીય અનિયમિતતાઓને લઈને કરવામાં આવી છે. જોકે, કયા પ્રકારની લેવડદેવડની તપાસ કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહીનો વ્યાપ કેટલો મોટો છે, તે અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી કે ખુલાસો કરવામાં આવ્યો નથી. 7 ઑક્ટોબરની સવારે જેવા આ દરોડાના સમાચાર ફેલાયા, શેરબજારમાં પ્રાઇમ ફોકસના શેર્સમાં તરત જ 8 ટકાનો ઘટાડો નોંધાયો. તાજેતરમાં સેટ પર લાગી હતી નજીવી આગ આવકવેરા વિભાગની આ કાર્યવાહી મુંબઈ સ્થિત પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝમાં 'રામાયણ'ના સેટ પાસે આગ લાગવાની ઘટનાના થોડા દિવસો બાદ કરવામાં આવી છે. તે સમયે સ્ટુડિયોની નજીક નજીવી આગ લાગી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ તરત જ શૂટિંગનું કામ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું. 4000 કરોડના બજેટમાં બની રહી છે 'રામાયણ' નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. આ પૌરાણિક ફિલ્મને આશરે 4,000 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર કરવામાં આવી રહી છે. તેનું સંગીત ઓસ્કર વિજેતા સંગીતકાર હેન્સ ઝિમર અને એઆર રહેમાન મળીને તૈયાર કરી રહ્યા છે. ફિલ્મનો પહેલો ભાગ 5 નવેમ્બર 2026ના રોજ દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ કરવાની યોજના છે. હોલિવૂડ સ્તરનું કામ કરી રહી છે DNEG નમિત મલ્હોત્રાની કંપની પ્રાઇમ ફોકસ મનોરંજન જગતમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX), એનિમેશન, પોસ્ટ-પ્રોડક્શન અને કન્ટેન્ટ ક્રિએશનનું કામ કરે છે. નમિત મલ્હોત્રા આ 'રામાયણ' ફિલ્મનું નિર્માણ સાઉથ સ્ટાર યશની કંપની 'મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ' અને 'DNEG' સાથે મળીને કરી રહ્યા છે. DNEG આ ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સંભાળી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઈ પલ્લવી (માતા સીતા) અને યશ (રાવણ)ની ભૂમિકામાં છે. જ્યારે સની દેઓલ (હનુમાન), રવિ દુબે (લક્ષ્મણ), અરુણ ગોવિલ (દશરથ), લારા દત્તા (કૈકેયી) અને રકુલ પ્રીત સિંહ (શૂર્પણખા)ના પાત્રોમાં જોવા મળશે. , ‘રામાયણ’ સંબંધિત આ સમાચાર પણ વાંચો… 'રામાયણ'માંથી અરુણ ગોવિલનું પોસ્ટર રિવીલ:ટીવીના 'રામ'ને 'રાજા દશરથ'ના પાત્રમાં જોઈ દર્શકો ભાવુક થયા રામાનંદ સાગરની ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલ ટૂંક સમયમાં રાજા દશરથના રોલમાં જોવા મળશે. તેઓ નિતેશ તિવારીની બે ભાગમાં બની રહેલી ફિલ્મ 'રામાયણ'માં નજરે પડશે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    10th October CJP Protest: 10 अक्टूबर को जंतर मंतर पर नहीं होगा प्रदर्शन ? | Delhi Police | Dipke
    Next Article
    રાહુલ-પ્રિયંકા રાજઘાટની અંદર ગયા, એક કલાક બાદ પરમિશન મળી:પોલીસે બેરિકેડિંગ કર્યું; ખડગેએ કહ્યું- સરકારને સદબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરીશું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment