Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના પાટેકર સાથે ભાસ્કરની અંતિમ વાતચીત:દિગ્ગજ એક્ટરે કહ્યું હતું- 'પિતાની સારવાર માટે મિત્રો પાસેથી પૈસા લેવા પડ્યા, જીવનભર આ દુઃખ રહ્યું'

    12 hours ago

    નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની વયે અવસાન થયું. તેમને ગોવા સ્થિત પોતાના ઘરે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં લગભગ 45 મિનિટ સુધી સીપીઆર આપવામાં આવ્યું, પરંતુ ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહીં. નાના પોતાની પાછળ ફિલ્મોની સાથે અનેક એવા કિસ્સા પણ છોડી ગયા, જેમાંથી તેમના જીવનના સંઘર્ષો અને સંબંધોની ઝલક મળે છે. ડિસેમ્બર 2024માં દિવ્ય ભાસ્કરને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાના પિતા સાથેના સંબંધો વિશે વાત કરી હતી. નાના બાળપણમાં પોતાને બીજાઓ કરતાં હીન સમજતા હતા. તેમને લાગતું હતું કે દેખાવની બાબતમાં તેઓ પોતાના બંને ભાઈઓ કરતાં ઓછા સુંદર છે. આ કારણે તેમના મનમાં એ વાત પણ ઘર કરી ગઈ હતી કે, તેમના પિતા અન્ય ભાઈઓને તેમના કરતાં વધુ પ્રેમ કરે છે. બાળપણમાં નાના ગામ અને આસપાસ યોજાતા નાટકોમાં ભાગ લેતા હતા. એક વખત તેમણે 'વાલ્મીકિ' નાટકમાં કામ કર્યું. ખાસ વાત એ હતી કે, તેમનો અભિનય જોવા માટે તેમના પિતા મુંબઈથી ગામમાં આવ્યા હતા. નાના માટે આ ક્ષણ ખૂબ જ ખાસ હતી. તેમને અનુભવાયું કે તેમના પિતાને પણ તેમની કળા પર ગર્વ છે. આ અનુભવે તેમના મનમાં પિતાને લઈને રહેલી ગેરસમજને ઘણી હદ સુધી દૂર કરી દીધી. છેલ્લા દિવસોમાં પિતા સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી નાનાએ જણાવ્યું હતું કે, પિતાના અંતિમ દિવસોમાં બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ બની ગયો હતો. તેમના પિતા ક્યારેક તેમનો હાથ પકડીને કહેતા હતા કે, તેમને હંમેશાં લાગતું રહ્યું કે, નાનાના મનમાં આ વાત હશે કે ભાઈઓને તેમના કરતાં વધુ પ્રેમ મળ્યો. નાનાએ કહ્યું હતું કે, તેમને પિતા પ્રત્યે કોઈ ફરિયાદ નહોતી. જોકે, તેમને આખી જિંદગી આ વાતનું દુઃખ રહ્યું કે જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે તેઓ તેમના માટે કંઈ કરી શક્યા નહોતા. તેમના પિતાનું અવસાન કોર્પોરેશનની હોસ્પિટલમાં થયું હતું અને સારવાર માટે દવાઓના પૈસાની જરૂર હતી. તે સમયે નાનાના મિત્રોએ તેમને આર્થિક મદદ કરી હતી. , નાના પાટેકર સંબંધિત આ સમાચાર પણ વાંચો… નાના પાટેકરનું નિધન, દિગ્ગજ એક્ટરનો છેલ્લો VIDEO:ડ્રમ વગાડીને ડાન્સ કર્યો, 4 દિવસ પહેલાં કહ્યું હતું- 'ખબર નથી, કાલે હોઉં કે નહીં'; PM મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી નાના પાટેકરે 'અંકુશ' માટે ઘર ગીરવે રાખ્યું હતું:પ્રોડ્યુસર પાસે વાસણ ધોવડાવ્યા, 'પરિંદા'ના ક્લાઇમેક્સમાં આગથી દાઝ્યા; દિગ્ગજ એક્ટરના વણકહ્યા કિસ્સા પીએમ મોદીની નાના પાટેકરને શ્રદ્ધાંજલિ:6 ફિલ્મો- 'તિરંગા', 'પરિંદા', 'પ્રહાર', ક્રાંતિવીર', 'ખામોશી', 'અંકુશ'નો ઉલ્લેખ; બોલિવૂડ સેલેબ્સ પણ ભાવુક થયા નાના પાટેકરને ઉત્તરાખંડમાં ઘર બનાવવું હતું:નીતિ ઘાટીમાં 'ઓલે આલે'ના શૂટિંગ માટે પહોંચ્યા હતા, પહાડોની સાદગીથી થયા હતા પ્રભાવિત મરાઠી નાના પાટેકરનો પંજાબ પ્રત્યે અનોખો પ્રેમ:સુવર્ણ મંદિરમાં એઠાં વાસણો માંજ્યા, મહિલાઓ પાસેથી પંજાબી શીખ્યા; બીમાર ખેડૂત માટે તરત ₹3 લાખ આપ્યા
    Click here to Read More
    Previous Article
    મસ્કના આરોપો પર સરકારની સ્પષ્ટતા:કહ્યું- બિઝનેસમેન સ્ટારલિંકને રોકી રહ્યા છે, આ વાત ખોટી, નિયમો સૌ માટે સમાન
    Next Article
    2026નું સાહિત્ય નોબેલ કેનેડિયન લેખિકા એન કાર્સનને મળ્યું:ગ્રીક-રોમન સાહિત્યને નવા અંદાજમાં લખી; લેખનની નવી રીતો વિકસાવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment