Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મામાં ભાજપે કાર્યકરોના કોંગ્રેસમાં જોડાવાનો દાવો ફગાવ્યો:તાલુકા પ્રમુખ કિરણકુમાર જાનીએ કહ્યું, જોડાયેલા લોકો વર્ષો જૂના કોંગ્રેસી આગેવાનો છે

    12 hours ago

    ચાણસ્મા તાલુકામાં ભાજપના 20 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાના દાવાને ચાણસ્મા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણકુમાર જાનીએ ખોટો ગણાવી ફગાવી દીધો છે અને કોંગ્રેસ પર પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે. ​ચાણસ્મા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણકુમાર ભાનુપ્રસાદ જાનીએ જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા મારફતે ભાજપના 20થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા, જે તદ્દન ખોટા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ પક્ષમાં જોડાવા માટે પ્રાથમિક સભ્ય બનવું પડે છે અને ત્યારબાદ પક્ષ સક્રિય સભ્ય બનાવે છે. કિરણકુમાર જાનીએ કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાનોને પડકાર ફેંક્યો છે કે, જો ભાજપનો કોઈ કાર્યકર કોંગ્રેસમાં જોડાયો હોય તો તેનો સક્રિય સભ્ય કે પ્રાથમિક સભ્ય નંબર જાહેર કરવામાં આવે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે, જે લોકો જોડાયા છે તે ભાજપના નહીં પરંતુ ખારી ધારિયાના સરપંચ તથા કેશવીના દિલીપ ઠાકોર સહિતના લોકો છે, જે છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જ સંકળાયેલા આગેવાનો છે. ચૂંટણી આવતાં કોંગ્રેસ દ્વારા જૂઠ્ઠાણાં ફેલાવવામાં આવી રહ્યા હોવાનો અને ભાજપનો એક પણ કાર્યકર કોંગ્રેસમાં ન જોડાયો હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વાસણઘાટ પાસે સિટી બસે અડફેટે લેતા યુવકને ગંભીર ઈજા:માલણકાથી ગંગાજળીયા જતી સીટી બસે ટક્કર મારી, ઉશ્કેરાયેલા ટોળાએ ડ્રાઈવરને ઢોર માર માર્યો
    Next Article
    Gujarat Breaking News | 2 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment