Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાસણઘાટ પાસે સિટી બસે અડફેટે લેતા યુવકને ગંભીર ઈજા:માલણકાથી ગંગાજળીયા જતી સીટી બસે ટક્કર મારી, ઉશ્કેરાયેલા ટોળાએ ડ્રાઈવરને ઢોર માર માર્યો

    11 hours ago

    ભાવનગર શહેરના વાસણઘાટ ચોક પાસે માલણકા થી ગંગાજળિયા તળાવ રૂટની સિટી બસે એક યુવકને અડફેટે લીધો હતો જે અકસ્માતમાં યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, બાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જાતાં ઉશ્કેરાયેલા ટોળાએ ડ્રાઈવરને બસમાંથી બહાર ખેંચી કાઢી ઢોર માર માર્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં જ LCB સહિત પોલીસનો કાફલો તાકીદે સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. સાડી લેવા દોડ્યો ને બસના આગળના ટાયરમાં પગ આવ્યો માલણકાથી ગંગાજળિયા તળાવ રૂટ પર દોડતી સિટી બસ જ્યારે વાસણઘાટ ચોક પાસેથી ટર્ન લઈ રહી હતી, ત્યારે પવનના કારણે રોડ પર ઉડેલી સાડી લેવા માટે સાડીનો ફેરિયો અચાનક રોડ વચ્ચે દોડી ગયો હતો.અચાનક ફેરિયો સામે આવી જતાં સિટી બસના ચાલકે તાત્કાલિક બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુવકનો પગ બસના આગળના ટાયર નીચે આવી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી.અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની ઓળખ આનંદનગર વિસ્તારના રહેવાસી અકિમ ખાન તરીકે થઈ છે. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા અકિમ ખાનને વધુ સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સિટી બસ દ્વારા સર્જાયેલા અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ બસના દરવાજા પર પાટા મારીને બળજબરીપૂર્વક અંદર પ્રવેશી ડ્રાઇવરને બહાર કાઢી ઢોર માર માર્યો હતો. બનાવ બાદ લોકો ચાલકને પકડીને સીટી બસની ઓફિસે લઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ LCB સહિત સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    લક્ષ્મીપુરાથી અંબાજી માટે 52 વર્ષ જૂની સાયકલ યાત્રા રવાના:વડેરી માતાના મંદિરેથી નવરાત્રીની ધજા લઈ 70થી 80 યુવાનો જોડાયા
    Next Article
    ચાણસ્મામાં ભાજપે કાર્યકરોના કોંગ્રેસમાં જોડાવાનો દાવો ફગાવ્યો:તાલુકા પ્રમુખ કિરણકુમાર જાનીએ કહ્યું, જોડાયેલા લોકો વર્ષો જૂના કોંગ્રેસી આગેવાનો છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment