Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં અચાનક મોટો ભૂવો પડ્યો:શાકભાજી ભરેલી આખી લારી ભૂવામાં ખાબકી, વેપારીને ભારે આર્થિક નુકસાન

    18 hours ago

    વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા લીંબડી ત્રણ રસ્તા પાસે અચાનક માર્ગ બેસી જતાં એક વિશાળ ભૂવો પડ્યો હતો. ડી-માર્ટની બાજુમાં મુખ્ય રસ્તા પર પડેલા આ ભૂવાના કારણે માર્ગ પરથી પસાર થઈ રહેલી શાકભાજીની એક આખી લારી અચાનક જ ભૂવામાં ખાબકી હતી. આ અણધારી આફતમાં લારીમાં ભરેલા તમામ શાકભાજી તેમજ વેપારીનો રોકડ રકમ ભરેલો ગલ્લો પણ ઊંડા ભૂવાની અંદર ખાબક્યો હતો, જેથી વેપારીને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો આ દુર્ઘટના સર્જાતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ભૂવો પડતાં જ અંદર ફસાયેલા લારીધારકને બચાવવા માટે સ્થાનિક રહીશો અને અન્ય વેપારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને લારીધારકને ભૂવામાંથી સલામત રીતે બહાર કાઢ્યો હતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ભૂવાની આસપાસ બેરીકેટ લગાવાયા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પાલિકાના કર્મચારીઓ કે તંત્ર પહોંચે તે પહેલા જ નાગરિકોએ સમયસૂચકતા વાપરીને રસ્તા પર જાતે જ બેરીકેટ ગોઠવી દીધા હતા અને વાહનચાલકોની સુરક્ષા માટે રસ્તો બંધ કર્યો હતો. જો કે, સ્થાનિકો જણાવી રહ્યા હતા કે, હાલમાં જ અહીં રસ્તો હતો અને હવે મસમોટો ખાડો પડી ગયો છે. મહાનગરપાલિકાના પાપે લોકોએ આ પ્રકારે વેઠવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ છે રોડ મેન્ટેનન્સ અને ડ્રેનેજ લાઇનના નબળા કામ સામે આક્રોશ શહેરના ગીચ વિસ્તારમાં આ પ્રકારે અચાનક મોટો ભૂવો પડવાના પગલે વડોદરા મહાનગરપાલિકા (VMC)ની રોડ-રસ્તા અને ડ્રેનેજ લાઇન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાલિકા દ્વારા કરવામાં આવતા રોડ મેન્ટેનન્સ અને ડ્રેનેજ લાઇનના નબળા કામ સામે સ્થાનિક નાગરિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ માંગ કરી છે કે, કોઈ મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ભૂવાનું યોગ્ય પૂરાણ કરીને રસ્તાનું સમારકામ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલમાં વિશ્વ દ્રષ્ટિ દિવસે નિઃશુલ્ક નેત્ર સારવાર.:વિશ્વ દ્રષ્ટિ દિવસે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આંખના રોગોની વિનામૂલ્યે સારવાર, બાળકોને મોબાઈલથી દૂર રાખવા વાલીઓને ખાસ અપીલ...
    Next Article
    વલસાડના સરદાર હાઈટ્સના બાળકોનો પ્લાસ્ટિક વેસ્ટ અંગે જાગૃતિ માટે કાર્યક્રમ:યોગ્ય નિકાલ, કચરાનું વિભાજન અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment