Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલમાં વિશ્વ દ્રષ્ટિ દિવસે નિઃશુલ્ક નેત્ર સારવાર.:વિશ્વ દ્રષ્ટિ દિવસે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આંખના રોગોની વિનામૂલ્યે સારવાર, બાળકોને મોબાઈલથી દૂર રાખવા વાલીઓને ખાસ અપીલ...

    18 hours ago

    ​આજે 8મી ઓક્ટોબરે વિશ્વ દ્રષ્ટિ દિવસની ઉજવણી નિમિત્તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા બાળકોની આંખો અને દ્રષ્ટિ ઉપર વિશેષ ફોકસ કરવા માટે "Love Your Eyes Kids: It’s not your eyes, it’s the future" થીમ નક્કી કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જનસામાન્યમાં આંખની સંભાળ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને હોસ્પિટલમાં ઉપલબ્ધ નિઃશુલ્ક સુવિધાઓ વિશે માર્ગદર્શન આપવાનો હતો. ​જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે ડૉ. કિશન મકવાણાના નેતૃત્વ હેઠળ આંખના વિભાગમાં ખૂબ જ ઉત્તમ સુવિધાઓ અને સારવાર ઉપલબ્ધ છે. અત્રે આંખના નંબરની તપાસ બિલકુલ વિનામૂલ્યે અને નિઃશુલ્ક કરી આપવામાં આવે છે.વિશેષમાં અહીં મોતીયાનું ઓપરેશન તેમજ મોતીયાનું ઓપરેશન કરાવ્યા બાદ જે 'છારી' જમા થતી હોય છે તેની સારવાર પણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે, જેનો પ્રાઇવેટ હોસ્પિટલમાં અંદાજીત 4 થી 5 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે, અને વર્ષ 2026માં અંદાજીત 700 જેટલા દર્દીઓએ આ છારી ઉતરાવવાની સારવાર અત્રે કરાવેલ છે. ​આ ઉપરાંત હોસ્પિટલમાં આઈ વૉર્ડ પણ કાર્યરત છે, જ્યાં જે કોઈ પણ દર્દીઓને દાખલ કરી સારવાર કરવાની જરૂર હોય, જેમણે મોતીયાનું ઓપરેશન કે અન્ય માઇનોર સર્જરી કરાવવાની હોય, તેઓને દાખલ કરી યોગ્ય સારવાર આપવામાં આવે છે. સુપ્રીટેન્ડેન્ટે વધુમાં ઉમેર્યું હતું કે આ વર્ષમાં હોસ્પિટલમાં 10 જેટલા ચક્ષુદાન પણ થયેલ છે. તેમણે તમામ લોકોને નમ્ર વિનંતી કરી છે કે કુદરતી મૃત્યુના કિસ્સામાં ચક્ષુદાન ચોક્કસપણે થઈ શકે છે, અને એક વ્યક્તિના ચક્ષુદાન દ્વારા બે જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવી દ્રષ્ટિ મળી શકે છે. ​નેત્રસર્જન તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. કિશન મકવાણાએ જણાવ્યું હતું કે તેમના વિભાગમાં મોતીયા, જામર અને તાજેતરમાં બાળકોની ટેંસી આંખોના ઓપરેશનની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ગત વર્ષ દરમિયાન તેમના વિભાગ દ્વારા 25,000થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી છે અને 400 થી 500 મોતીયા તથા 800થી વધુ આંખની ચામડીના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. ​સાથે જ ડૉ. કિશન મકવાણાએ વર્તમાન સમયમાં નાના બાળકોમાં ખૂબ જ વધી રહેલા મોબાઈલના એડિક્શન અને સ્ક્રીન ટાઈમ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 1 થી દોઢ વર્ષના બાળકો પણ મોબાઈલ રીલ્સમાં ઓક્યુપાઈડ રહે છે, જે બાળકોના નાજુક મગજ માટે અત્યંત હાનિકારક છે અને જેનાથી "ડિજિટલ આઈ સ્ટ્રેન" કે "કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ" જેવી તકલીફો થાય છે. 2 વર્ષથી નાના બાળકોએ તો સ્ક્રીનનો સામનો પણ ન કરવાનો હોય. આથી તેમણે વાલીઓને ખાસ આગ્રહ કર્યો હતો કે તેઓ નાના બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડે અને ડિજિટલ સ્ક્રીનની જગ્યાએ ઇન્ટરેક્ટિવ ગેમ્સ, વાર્તાઓ તથા બુક રીડિંગ તરફ બાળકોને પ્રોત્સાહિત કરે.
    Click here to Read More
    Previous Article
    નાના પાટેકરે 'અંકુશ' માટે ઘર ગીરવે રાખ્યું હતું:પ્રોડ્યુસર પાસે વાસણ ધોવડાવ્યા, 'પરિંદા'ના ક્લાઇમેક્સમાં આગથી દાઝ્યા; દિગ્ગજ એક્ટરના વણકહ્યા કિસ્સા
    Next Article
    વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં અચાનક મોટો ભૂવો પડ્યો:શાકભાજી ભરેલી આખી લારી ભૂવામાં ખાબકી, વેપારીને ભારે આર્થિક નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment