Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકાર સામે મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત:આજે બીજા દિવસે કર્મચારીઓએ સુંદરકાંડ અને રામધૂન કરી, અરજદારો બીજા દિવસે પણ અટવાયા

    1 day ago

    રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મહેસૂલી મંડળની પડતર માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવતા વડોદરા જિલ્લાના 380 મહેસૂલી કર્મચારીઓ બે દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. આજે બીજા દિવસે કર્મચારીઓએ સુંદરકાંડ અને રામધૂન કરી હતી. વડોદરા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, આજે અમારી અચોક્કસ મુદતની હડતાલનો બીજો દિવસ છે. આ હડતાલ દરમિયાન આજે અમે સુંદરકાંડ અને રામધૂનનું આયોજન કર્યું છે. આ બહાને ભગવાનનું નામ પણ લેવાય અને હડતાલના કારણે વડોદરાવાસીઓને રેવન્યુના કામકાજમાં જે તકલીફ પડી રહી છે, તે માટે ક્ષમાયાચના પણ માગી શકાય. સાથે જ ભગવાનને એવી પ્રાર્થના કરી રહ્યા છીએ કે અમારી માંગણીઓ વહેલી તકે સ્વીકારી લેવામાં આવે જેથી અમે ફરીથી કામ પર પરત ફરી શકીએ. અમારી એકપણ માંગણી એવી નથી જેનાથી સરકાર પર કોઈ નાણાકીય બોજ પડે. માત્ર વહીવટી દ્રષ્ટિએ કામગીરી પૂર્ણ કરવાની છે, જે સરકાર દ્વારા સરળતાથી થઈ શકે તેમ છે. શું છે માંગણીઓ મહેસૂલી કર્મચારીઓ દ્વારા પોતાની કુલ 14 મુખ્ય માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2015ના કારકુનોને 2026માં પ્રમોશન તો મળ્યું છે, પરંતુ તેઓને અલગ-અલગ જિલ્લાઓમાં મુકાયા હોવાથી તેઓને પરત મૂળ જિલ્લામાં લાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસૂલી તલાટીઓ માટે નક્કી કરાયેલા જોબચાર્ટ સિવાય અન્ય વિભાગોની કામગીરી સોંપાતી હોવાથી જોબચાર્ટનું સંતુલન જાળવીને તેને ફરીથી તૈયાર કરવાની માંગણી મૂકવામાં આવી છે. કર્મચારીઓની સિનિયોરિટી અને કારકિર્દીના હિતને ધ્યાન માં રાખીને 2012ના નાયબ મામલતદારોની 'ડીમ્ડ ડેટ' મુજબની સિનિયોરિટી યાદી તથા ત્યારબાદના નાયબ મામલતદારો, કારકુનો અને રેવેન્યુ તલાટીઓની યાદી સમયસર તૈયાર કરવા તેમજ LRQ, પ્રી-સર્વિસ અને HRQ જેવી મહત્વની પરીક્ષાઓ વચ્ચેનો ગેપ ઘટાડીને સમયસર યોજવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત સ્વ-વિનંતીથી જિલ્લા ફેર બદલી મેળવતા કારકુનો અને રેવેન્યુ તલાટીઓની સિનિયોરિટી પાછળ જવાથી તેમનું પ્રમોશન અટકી જતું હોવાની ગંભીર બાબત પણ સામે આવી છે. હાલ નાયબ મામલતદારો અને કારકુનો પર કામનું અતિશય ભારણ વધી ગયું છે, જેના કારણે કર્મચારીઓ ભારે તણાવ અને મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. આથી સરકારે કામનું યોગ્ય વિભાજન અને સંતુલન કરવું અનિવાર્ય બન્યું છે, જેથી કર્મચારીઓ પર માનસિક બોજ ન રહે અને સામાન્ય નાગરિકોના મહેસૂલી કામકાજ પણ સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    વડદલાના GNFC તળાવમાં મગર દેખાયો, વીડિયો વાયરલ:એસ-વાળા તળાવમાં જોવા મળતા ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ
    Next Article
    Opinion: Opinion | Pak's Saudi Mecca Pact Has Been Finally Triggered. How Far Will It Go?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment