Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારનું રાશિફળ:મેષ રાશિના જાતકો માટે ગ્રહનું ગોચર ફળદાયી, કર્ક રાશિના લોકો ઓફિસમાં રાજકારણનો શિકાર બનશે

    9 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 8 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ ભાદરવા વદ પક્ષની તેરસ તિથિ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ સિંહ છે. રાહુકાળ બપોરે 1:54 થી 3:22 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- ગ્રહ ગોચર સકારાત્મક બની રહ્યું છે, તેનો યોગ્ય સદુપયોગ કરો. જે કામ છેલ્લા ઘણા સમયથી રોકાયેલા કે અટકેલા હતા, આજે તે થોડા પ્રયાસથી જ સફળ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે પૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખશે. નેગેટિવ- પોતાની વસ્તુઓનું ધ્યાન જાતે રાખો, નહિતર નુકસાન થઈ શકે છે. કોઈની પણ સાથે વાતો કરતી વખતે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. ખાસ કરીને મહિલાઓ પોતાના આત્મસન્માનને જાળવી રાખે. વિદ્યાર્થીઓ ભણતર પ્રત્યે સચેત રહે. વ્યવસાય- વ્યવસાયિક વિસ્તરણ સંબંધી યોજનાઓ પર અત્યારે અમલ કરવો યોગ્ય નથી. કોઈ નવી ટેકનોલોજી વગેરેનો પ્રયોગ કરવા સંબંધી કાર્યપ્રણાલી પર વિચાર-વિમર્શ થશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાયમાં સારા કરાર મળી શકે છે. ઓફિસમાં પોતાની ફાઈલો અને દસ્તાવેજો સંભાળીને રાખો. લવ- પરિવારના સભ્યો વચ્ચે સુખદ સામંજસ્ય જળવાઈ રહેશે. ઘરમાં કોઈ બાળકની કિલકારી સંબંધી શુભ સમાચાર મળવાથી પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય- નકારાત્મક પ્રવૃત્તિઓ તથા આદતોથી દૂર રહો. તેના કારણે તમારું ઈમ્યુન સિસ્ટમ નબળું પડી શકે છે. લકી કલર- પીળો લકી નંબર- 1 પોઝિટિવ- આજે તમારા પર વધારાનો કાર્યભાર રહેશે અને તમે યોગ્ય રીતે પોતાના કાર્યો પૂરા કરવામાં સમર્થ પણ રહેશો. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો જૂનો વાદ-વિવાદ કોઈ અનુભવી સભ્યની મદદથી ઉકેલાશે. ક્યાંક રોકાયેલા નાણાં પાછા મળવાની સંભાવના છે. નેગેટિવ- વીતેલી વાતોને વર્તમાન પર હાવી ન થવા દો, કારણ કે તેનાથી સંબંધો બગડી શકે છે. બાળકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાથી તેમનામાં સુરક્ષાની ભાવના વધશે. કોર્ટ કેસ સંબંધી બાબતોમાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. વ્યવસાય- વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અનુભવી લોકોનું માર્ગદર્શન લેવું જરૂરી છે. જોકે સ્ટાફ તથા કર્મચારીઓ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવશે. નોકરીયાત વ્યક્તિઓ વધારાની આવક માટે કોઈ પણ પ્રકારનું જોખમ ન લે, આ સમયે માન-હાનિની સ્થિતિ બની રહી છે. લવ- દાંપત્ય સંબંધો મધુર રહેશે. પરિવાર સાથે મનોરંજન અને લોન્ગ ડ્રાઈવનો પ્રોગ્રામ પણ બની શકે છે. સ્વાસ્થ્ય- કોઈ જૂની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ફરી ઉભરી શકે છે. લાપરવાહી ન કરો અને તરત જ સારવાર લો. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 5 પોઝિટિવ- આજે રોજિંદી દિનચર્યાથી અલગ થોડો સમય આત્મનિરીક્ષણમાં પણ વિતાવો. તેનાથી પોતાનામાં સુખદ બદલાવ અને ઊર્જા અનુભવશો. કોઈ ગૂંચવાયેલા કાર્યને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ સફળ રહેશે. નેગેટિવ- કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે વધુ અહંકાર બતાવવો યોગ્ય નથી. પોતાના અંગત કાર્યો વચ્ચે એ ધ્યાન રાખવું જરૂરી છે કે ઘરના વડીલોની સેવા-ચાકરી પ્રત્યે ઉપેક્ષા ન થાય. મોસાળ પક્ષ સાથે સંબંધો બગડવા ન દો. વ્યવસાય- પોતાના ભવિષ્યની યોજનાઓને મૂર્ત રૂપ આપવા માટે સમય અનુકૂળ છે. પરંતુ પોતાની પ્લાનિંગ કોઈની પણ સાથે શેર ન કરો. આર્થિક પક્ષ મજબૂત રહેશે તથા પોતાના કાર્યક્ષેત્રમાં સુધારા માટે તમારા તરફથી કરાયેલા ભગીરથ પ્રયાસો સફળ થશે. યુવા વર્ગ મૌજ-મસ્તી માટે પોતાની કરિયરને દાવ પર ન લગાવે. લવ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય- ગળું ખરાબ થવું તથા તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદિક વસ્તુઓનું વધુ સેવન કરો. લકી કલર- લીલો લકી નંબર- 2 પોઝિટિવ- આજે તમે પોતાને ખૂબ જ પ્રફુલ્લિત અને ઊર્જાવાન અનુભવશો અને જે કામ વિચારશો તે પૂરૂં કરીને જ જંપશો. પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવામાં પણ તમારો સમય વિતશે. આજે કોઈ રાજકીય સંબંધથી તમને લાભ થવાની આશા છે. નેગેટિવ- ધ્યાન રાખો કે ક્યારેક વધુ પડતો વિચાર કરવાથી તકો હાથમાંથી નીકળી પણ શકે છે. અટકેલા સરકારી કામો પૂરા કરવામાં કેટલીક અડચણો આવશે. તેથી કોઈ અનુભવીની સલાહ ચોક્કસ લો. ફાયનાન્સને લગતું થોડું તણાવ રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં કોઈ ખાસ કાર્યને લઈને તમારી શાખ પર સવાલો ઊભા થઈ શકે છે, જેના કારણે થોડી પરેશાની અનુભવાશે. પરંતુ પરેશાનીઓ થોડા સમય માટે જ છે. નોકરીયાત વ્યક્તિઓ ધ્યાન રાખે કે ઓફિસમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ રમાઈ શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે કોઈ અંગત વાતને લઈને ઘર્ષણ રહેશે. શાંતિથી કામ લો કારણ કે સમસ્યાઓ વધી શકે છે. સ્વાસ્થ્ય- અકસ્માત અને ઈજા થવા જેવી સ્થિતિ બની રહી છે. સાવચેતી રાખો અને તણાવને હાવી ન થવા દો. લકી કલર- લાલ લકી નંબર- 7 પોઝિટિવ- પ્રોપર્ટી સંબંધી કોઈ કામ બની શકે છે. તમે તમારા સતત પ્રયાસો અને મહેનતથી અટકેલા કાર્યો પૂરા કરી લેશો, પરંતુ પોતાની સ્વાસ્થ્ય સુરક્ષાનું ચોક્કસ ધ્યાન રાખો. કોઈ બાળકની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. નેગેટિવ- બિનજરૂરી ખર્ચ પર અંકુશ લગાવો. પોતાના ગુસ્સા અને નકારાત્મક શબ્દોના પ્રયોગથી તમારા માટે જ મુશ્કેલીઓ વધારી લેશો. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ ન મળવાથી મન થોડું વ્યથિત રહેશે. જોકે નિષ્ફળતા છતાં તમે હતાશ નહીં થાઓ અને ફરી આગળ વધવાનો પ્રયાસ કરશો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં તમારા અટકેલા કામ કોઈ અનુભવી અને વરિષ્ઠ વ્યક્તિની મદદથી સંપન્ન થશે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે પણ અનુકૂળ સમય છે. પરંતુ કોઈ બહારની વ્યક્તિની દખલગીરી તમારા કાર્યસ્થળ પર ન થવા દો. લવ- પારિવારિક સભ્યો વચ્ચે ખુશનુમા સામંજસ્ય જળવાઈ રહેશે. તથા ઘરનું વાતાવરણ પણ સુખદ અને સૌહાર્દપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય- ગુસ્સો અને ઉતાવળ જેવા સ્વભાવ પર કાબૂ રાખો. તેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા પર પડી શકે છે. લકી કલર- કેસરી લકી નંબર- 9 પોઝિટિવ- પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. તમારું પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ તમારા ઘણા કામોને ઉકેલવામાં સક્ષમ રહેશે. સામાજિક તથા પારિવારિક પ્રવૃત્તિઓમાં પણ તમારું યોગ્ય યોગદાન રહેશે. નેગેટિવ- શાંત ચિત્તે પરિસ્થિતિઓને વ્યવસ્થિત કરો. ખૂબ વધારે આત્મવિશ્વાસ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વાતચીત કરતી વખતે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. ક્યાંય પણ રોકાણ કરવા માટે યોગ્ય સમયની રાહ જુઓ. વ્યવસાય- આર્થિક સ્થિતિ બહેતર રહેશે. લોન, ટેક્સ વગેરે જેવી બાબતોમાં કેટલીક ગૂંચવણો આવી શકે છે. વ્યવસાય સંબંધી સરકારી બાબતો ઉકેલાશે. ઓફિસમાં બોસ કે કોઈ ઉચ્ચ અધિકારી સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો. લવ- પારિવારિક વાતાવરણ મધુર બનાવી રાખવા માટે પરસ્પર સામંજસ્ય જરૂરી છે. વાદ-વિવાદથી ઘરનું વાતાવરણ પણ દૂષિત થઈ શકે છે. સ્વાસ્થ્ય- ઢીંચણ અને સાંધાના દુખાવાની જૂની સમસ્યા ફરી ઉભરી શકે છે. ખાસ કરીને મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખે. લકી કલર- પીળો લકી નંબર- 1 પોઝિટિવ- તુલા રાશિ માટે ગ્રહ સ્થિતિમાં સારો બદલાવ આવી રહ્યો છે, તેનું પૂરેપૂરું સન્માન કરો તથા પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાની ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરો. નિશ્ચિત જ તમને સકારાત્મક પરિણામો મળશે. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સન્માનજનક સ્થિતિ રહેશે. નેગેટિવ- ખૂબ વધારે અહંકાર રાખવાને બદલે વાતાવરણ મુજબ પોતાને ઢાળતા પણ શીખવું જોઈએ. યુવાનોએ પોતાના ભવિષ્ય પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે. બીજાની મદદ કરવાની સાથે સાથે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખો. વ્યવસાય- કારોબારમાં સારો મુનાફો થવાની સ્થિતિ બની રહી છે. કોઈ નવો ઓર્ડર કે કરાર મળી શકે છે. તેથી પ્રયત્નશીલ રહો. પરંતુ ધ્યાન રાખો કે જાણકારીના અભાવે કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે છે. સરકારી કર્મચારીઓને કોઈ ઓફિશિયલ યાત્રા કરવી પડી શકે છે. લવ- ઘરમાં સુખદ અને શાંતિપૂર્ણ માહોલ રહેશે. લગ્નેતર સંબંધો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય- જે વ્યક્તિઓને થાયરોઈડ છે, તે લોકો પોતાની તપાસ ચોક્કસ કરાવે. બાકી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. લકી કલર- વાદળી લકી નંબર- 3 પોઝિટિવ- પરિવારના સભ્યો સાથે કોઈ વિશેષ હેતુ માટે સલાહ-મસલત થશે. કોઈ પણ કામ કરતા પહેલાં તેની પૂરી યોજના અને બ્લૂપ્રિન્ટ બનાવવી તમને કોઈ પણ પ્રકારની ભૂલ થવાથી બચાવશે. આર્થિક સ્થિતિ પણ સુધરશે. નેગેટિવ- ક્યારેક આળસ અને સુસ્તીના કારણે તમે કામ ટાળવાનો પ્રયાસ પણ કરશો. મિત્રો સાથે ગપશપ કરવામાં તથા ચેટિંગ કરવામાં પોતાનો સમય વેડફશો નહીં. વિદ્યાર્થી અને યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે વધુ ધ્યાન આપે. વ્યવસાય- વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવી તમારી પરેશાની ઓછી કરશે. વિસ્તરણ સંબંધી યોજનાઓ પર પુનર્વિચાર ચોક્કસ કરો. સંગીત, કળા, સાહિત્ય વગેરે સંબંધી કાર્યોમાં બહેતર સફળતા મળશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોમાં મધુરતા આવશે. લવ- દિવસભરની વ્યસ્તતા પછી પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો તમારો બધો થાક ઉતારી દેશે. લગ્નેતર સંબંધોથી અંતર જાળવી રાખો. સ્વાસ્થ્ય- પોતાની દિનચર્યા અને આહાર સંયમિત તથા ઋતુ અનુકૂળ રાખો, તેનાથી તમે શારીરિક અને માનસિક રીતે ઊર્જાવાન અનુભવશો. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 6 પોઝિટિવ- પ્રોપર્ટી સંબંધી ખરીદ-વેચાણના મામલાઓમાં સફળતા મળશે. પ્રેક્ટિકલ સોચ રાખવી તમને કોઈ નિર્ણય લેવામાં મદદરૂપ થશે. ઘરમાં કોઈ પ્રિય મિત્રનું આગમન થશે તથા પરિવાર સાથે કોઈ મનોરંજક પ્રવાસ પણ શક્ય છે. નેગેટિવ- નકામી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાના કારણે તમારા પોતાના મહત્વપૂર્ણ કાર્યોમાં અડચણ આવશે. પારિવારિક વ્યવસ્થા પર ધ્યાન ન આપવાના કારણે પરિવારના સભ્યોની નારાજગી સહન કરવી પડી શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પર વધુમાં વધુ ધ્યાન આપે. વ્યવસાય- જો વ્યવસાયમાં કોઈ મોટું રોકાણ કરવાનો પ્લાન હોય, તો તરત જ તેના પર કાર્યવાહી કરો, ફાયદાકારક રહેશે. અને તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ મળશે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાથી નોકરી મળવાની સંભાવના છે. લવ- પતિ-પત્ની વચ્ચે થોડો તણાવ રહેશે. તમારે તમારા સ્વભાવમાં લવચીકતા લાવવી ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ ડાયાબિટીસવાળા લોકો પોતાની નિયમિત તપાસ કરાવતા રહે. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- આજે કેટલીક ખાસ જાણકારીઓ પ્રાપ્ત થશે અને કોઈ ખાસ પ્રોજેક્ટ પર પૈસા લગાવવા લાભદાયી સાબિત થશે. તમે તમારી મહેનત અને પરાક્રમ દ્વારા તમારું કોઈ સ્વપ્ન સાકાર કરી શકશો. આર્થિક સ્થિતિ પણ સુદ્રઢ અને સશક્ત બનશે. નેગેટિવ- પ્રેક્ટિકલ બનો તથા સફળતા મેળવવા માટે થોડા સ્વાર્થી પણ બનવું પડશે. કોઈની પણ મીઠી-મીઠી વાતોમાં ન આવો, નહિતર કોઈ પોતાના ફાયદા માટે તમારું નુકસાન કરી શકે છે. થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ ચોક્કસ વિતાવો. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે પરંતુ પોતાની વ્યાવસાયિક યોજનાઓ સિક્રેટ રાખો. તમારી કોઈ કાર્યપ્રણાલી લીક થઈ શકે છે. સરકારી કર્મચારીઓ પબ્લિક સાથે વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખે. સ્થાન પરિવર્તનનો પણ યોગ બની રહ્યો છે. લવ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર સામંજસ્ય મધુર રહેશે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુગેધર સૌને પ્રસન્નતા અને ખુશી આપશે. સ્વાસ્થ્ય- પોતાની ઊર્જા અને સ્ફૂર્તિ જાળવી રાખવા માટે થોડો સમય પ્રકૃતિના ખોળામાં પણ વિતાવો. તેનાથી તણાવ અને થાકમાંથી રાહત મળશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 2 પોઝિટિવ- તમારી કોઈ યોજના અથવા લક્ષ્ય ફળીભૂત થવાનું છે, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. જો પ્રોપર્ટી સંબંધી સેલ-પર્ચેઝની કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય, તો કેટલીક અડચણો આવ્યા પછી જ સફળતા મળશે. તેથી ચિંતા ન કરો. મિત્રો સાથે મુલાકાત થશે. નેગેટિવ- આ સમયે કોઈ પણ જોખમ લેવું નુકસાનદાયક રહી શકે છે. સહજ રીતે પોતાના કાર્યોને અંજામ આપો. અને ક્યાંય પણ નકામા વિવાદોમાં ન ગૂંચવાઓ. પારિવારિક જવાબદારીઓ વધવાથી વ્યસ્તતા રહેશે. પરંતુ આ કાર્યો કરીને તમને ખુશી પણ મળશે. વ્યવસાય- વ્યવસાયમાં કેટલાક પડકારો રહેશે. પોતાની કાર્યપ્રણાલીમાં બદલાવ લાવવા માટે મનન અને ચિંતન કરો, તેનાથી તમને ચોક્કસપણે કોઈ માર્ગદર્શન મળશે. ઓફિસના કોઈ પ્રોજેક્ટને પૂરો કરવામાં સહકર્મીઓની મદદ લેવી પડી શકે છે. લવ- વ્યસ્તતા છતાં પરિવાર માટે સમય કાઢવો ઘરના વાતાવરણને ખુશહાલ રાખશે. પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા આવશે. સ્વાસ્થ્ય- વ્યસ્તતાની સાથે સાથે યોગ્ય આરામ લેવો પણ જરૂરી છે. થોડો સમય ધ્યાન અને મેડિટેશનમાં પણ લગાવો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- અંગત તથા સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે. ઘરમાં નવી વસ્તુની ખરીદી પણ શક્ય છે. કોઈ સંબંધીની મુશ્કેલીમાં તેની મદદ કરવી તમને ખુશી આપશે. તમે જેટલો પરિશ્રમ કરશો, તે મુજબ અનુકૂળ પરિણામો પણ મળશે. નેગેટિવ- પરંતુ લેવડ-દેવડ સંબંધી બાબતોમાં કોઈ ગેરસમજ થઈ શકે છે. સ્વભાવમાં ગુસ્સો અને આવેશ જેવી સ્થિતિ નુકસાનદાયક રહેશે. જો પોતાના આ સ્વભાવનો સકારાત્મક રીતે ઉપયોગ કરો તો તમારા માટે શ્રેષ્ઠ વાતાવરણ બની શકે છે. વ્યવસાય- વ્યવસાય સંબંધી કોઈ પણ પ્રકારનું જોખમ લેવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પોતાની વ્યવસાયિક યોજનાઓ તથા કાર્યપ્રણાલી કોઈની પણ સાથે શેર ન કરો. નહિતર કોઈ અન્ય વ્યક્તિ તમારી મહેનતનો શ્રેય લઈ શકે છે. ઓફિસમાં માહોલ વ્યવસ્થિત રહેશે. લવ- વૈવાહિક સંબંધોમાં પરસ્પર સામંજસ્ય અને પ્રેમ જળવાઈ રહેશે. નકામા પ્રેમ સંબંધોમાં સમય વેડફશો નહીં. સ્વાસ્થ્ય- થાક અને મહેનતની અસર સ્વાસ્થ્ય પર પડશે. શારીરિક અને માનસિક સુકૂન મેળવવા માટે સકારાત્મક પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય ચોક્કસ ફાળવો. લકી કલર- લાલ લકી નંબર- 2
    Click here to Read More
    Previous Article
    8 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:વૃશ્ચિક રાશિના લોકોને ડેડલાઇનનું પ્રેશર વધશે, મીન રાશિના જાતકોએ ઉતાવળે નિર્ણય ન કરવો
    Next Article
    8 ઓક્ટોબરનું અંકફળ:અંક 3 અને 5ના જાતકો માટે પ્રગતિ અને સુખનો દિવસ; અંક 1 અને 9ના લોકો માટે મિશ્ર સંકેત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment