Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મામલે ઘી નાં ઠામમાં ધી:વિસાવદર નગરપાલિકાના પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મામલે આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો, તમામ પક્ષકારોએ વિવાદનો અંત આણ્યો.

    19 hours ago

    ​બે દિવસ પહેલા જ વિસાવદર નગરપાલિકાના ભાજપ શાસનમાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું, જ્યાં 14 ભાજપ અને 3 કોંગ્રેસ એમ કુલ 17 સભ્યો દ્વારા મહિલા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકી ઉપર મનમાની અને અણઘડ વહીવટ કરતા હોવાના ગંભીર આક્ષેપો મૂકીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે નગરપાલિકાનો વહીવટ ચલાવતા હોવાનું મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યું હતું. આ સંદર્ભે વિસાવદર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.જ્યાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના પ્રભારી અને ભાજપના અગ્રણીઓની સમજાવટ બાદ આ વિવાદનો સુખદ અંત આવ્યો હતો અને "ઘીના ઠામમાં ઘી પડ્યું" હોય તેમ મુદ્દો પૂરો કરવામાં આવ્યો હતો. ​આ સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જણાવ્યું હતું કે વિસાવદર નગરપાલિકાના પ્રમુખ સામે સભ્યોની અણસમજને કારણે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. પરંતુ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના તમામ સદસ્યશ્રીઓને બોલાવીને તેમના નાના-મોટા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તમામ સભ્યોના પ્રશ્નોનો સુખદ અંત લાવીને આવતીકાલે ખુલતી ઓફિસે આ અવિશ્વાસની દરખાસ્ત તમામ સભ્યો એકસાથે જઈને પરત ખેંચી લેશે. જ્યારે ભાજપ દ્વારા કોંગ્રેસનો સાથ લેવા અને તેમાં કોંગ્રેસના સભ્યો હોવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે સભ્યો અમારા બધા યુવાન છે અને થોડી અણસમજના કારણે આવી ભૂલ કરી ગયા હતા. તેમને હાલ પૂરતો પાર્ટીના માર્ગદર્શન મુજબ ઠપકો આપીને તેમના તમામ પ્રશ્નો સોલ્વ કરી દેવામાં આવ્યા છે અને હવે કોઈ વિષય બાકી રહ્યો નથી. વળી, પ્રમુખપતિ વહીવટ કરતા હોવાના આક્ષેપ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે એવું કોઈ વહીવટ કરતું નથી, નગરપાલિકાનો વાસ્તવિક વહીવટ પ્રમુખ દયાબેન સોલંકી પોતે જ કરે છે. ​આ બાબતે વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે જિલ્લા ભાજપ કાર્યાલયે અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર 14 સભ્યો અને બાકીના મળીને કુલ 21 સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા પ્રભારી અરવિંદભાઈ રયાણી અને કિરિટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સભ્યો ભાજપ પરિવારના જ છે અને ઘરની સામાન્ય ગેરસમજ ઊભી થવાને કારણે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં કોઈ નાટક જેવું ન હતું પરંતુ ભાજપ પરિવારની જ બાબત હતી જેની સમજણ આગેવાનો દ્વારા આપી દેવામાં આવી છે. કોંગ્રેસના સભ્યોનો સાથ લેવા બાબતે તેમણે કહ્યું કે તે સભ્યો પણ સહમત હોવાથી તેમની સહી લેવામાં આવી હતી. હવે આગામી સમયમાં નગરપાલિકાની ખુલતી ઓફિસે સૌ સાથે મળીને વિકાસના કાર્યોને આગળ ધપાવશે, આ અવિશ્વાસની દરખાસ્તને સત્તાવાર રીતે પરત ખેંચી લેવામાં આવશે અને મામલો સંપૂર્ણપણે થાળે પડી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં એકતા પરેડના જવાનો પર ડેન્ગ્યુનો કહેર:100થી વધુ જવાનો બીમાર,CRPF જવાનના શંકાસ્પદ મૃત્યુથી સુરક્ષા બેડામાં ચિંતાનું મોજું
    Next Article
    સુરેન્દ્રનગરમાં 350 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ હડતાળ પર:14 પડતર માંગણીઓના ઉકેલ માટે કલેક્ટર કચેરીની કામગીરી પર અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment