Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં એકતા પરેડના જવાનો પર ડેન્ગ્યુનો કહેર:100થી વધુ જવાનો બીમાર,CRPF જવાનના શંકાસ્પદ મૃત્યુથી સુરક્ષા બેડામાં ચિંતાનું મોજું

    18 hours ago

    ગાંધીનગર ખાતે આગામી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા માટે આવેલા અર્ધલશ્કરી દળોના જવાનો માટે ડેન્ગ્યુનો રોગચાળો ગંભીર સાબિત થઈ રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર-28 અને 29 ખાતે આવેલા નવા સરકારી આવાસોમાં ઉતારો આપવામાં આવેલ BSF (BORDER SECURITY FORCE), CRPF (CENTRAL RESERVE POLICE FORCE) અને ITBP (INDO-TIBETIAN BORDER POLICE)ના જવાનોમાં ડેન્ગ્યુના પ્રકોપે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં 100થી વધુ જવાનો આ વાહકજન્ય રોગની ઝપેટમાં આવી ચૂક્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, તેમાંથી 55થી વધુ બીમાર જવાનોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા છે. સારવાર દરમિયાન CRPF જવાન અમલ બર્મનનું કરુણ અવસાન સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર મેળવી રહેલા CRPFના 29 વર્ષીય જવાન અમલ બર્મનનું અચાનક શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતા સુરક્ષા દળો અને સ્થાનિક તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગત રાત્રે સારવાર દરમિયાન જવાન અમલ બર્મનની તબિયત અચાનક નાજુક બની ગઈ હતી. તેમને તાત્કાલિક જનરલ વોર્ડમાંથી ઇમરજન્સી વિભાગમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હતી, પરંતુ તે પૂર્વે જ તેમનું કરુણ અવસાન થયું હતું. સવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત ડેન્ગ્યુની ગંભીર અસર અથવા કાર્ડિયાક અરેસ્ટથી થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે વાસ્તવિક કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આરોગ્ય મંત્રી દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક અને તાત્કાલિક પગલાંના આદેશ જવાનોમાં ફેલાયેલા આ રોગચાળાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા તાત્કાલિક એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મંત્રીએ દાવો કર્યો છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ફોગિંગ, દવાઓનો છંટકાવ અને સઘન સર્વેલન્સ હાથ ધરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે જવાનોના નિવાસસ્થાનના દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારીઓની ખાસ નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત, આવાસ પરિસરમાં ક્યાંય પણ પાણી ન ભરાય તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. સરકારના દાવાઓ વચ્ચે તંત્રની પોલ ખુલી એક તરફ રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે અને 1.39 કરોડથી વધુ લોહીના નમૂનાઓનું પરીક્ષણ પણ કરાયું છે. પરંતુ, પાટનગર ગાંધીનગરની મધ્યમાં જ રાષ્ટ્રીય સુરક્ષા માટે તૈનાત જવાનોમાં પ્રવર્તેલી આ ડેન્ગ્યુની ભયાનક સ્થિતિએ તંત્રની પૂર્વ તૈયારીઓની પોલ ખોલી નાખી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી અને દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    पश्चिमी यूपी की लाइफलाइन रेल ट्रैक का दोहरीकरण, गाजियाबाद-मेरठ से शामली तक के रोजाना यात्रियों को होगा फायदा
    Next Article
    ભાજપ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મામલે ઘી નાં ઠામમાં ધી:વિસાવદર નગરપાલિકાના પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મામલે આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો, તમામ પક્ષકારોએ વિવાદનો અંત આણ્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment