Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં સિંહણની મમતાના દુર્લભ દૃશ્યો:કૂવામાં પડેલા સિંહબાળ માટે કલાકો સુધી કાંઠે બેસી રહી, રેસ્ક્યુ બાદ બચ્ચાને મોંઢામાં ઉચકી જંગલ તરફ લઈ ગઈ

    22 hours ago

    ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રેવન્યુ વિસ્તારમાં કૂવામાં પડેલા નાનકડા સિંહબાળને બચાવવા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માતા સિંહણ અને સિંહની બેચેની જોવા મળી હતી. આશરે દોઢથી બે માસનું નર સિંહબાળ કૂવામાં પડી જતા સિંહ-સિંહણ કૂવાના આસપાસથી હટ્યા નહોતા. રેસ્ક્યુ ટીમે સાવચેતીપૂર્વક કામગીરી કરીને બચ્ચાને સલામત બહાર કાઢ્યું હતું. ત્યારબાદ સારવાર અને દેખરેખ બાદ માતા સાથે તેનું મિલન કરાવવામાં આવ્યું, જ્યાં સિંહણે બચ્ચાને મોંઢામાં ઉચકી જંગલ તરફ પ્રયાણ કર્યું હતું. રાત્રે કૂવામાં પડ્યું સિંહબાળ, રેસ્ક્યુ ટીમને જાણ કરાઈ આ સિંહ પરિવાર શિકારની શોધમાં ગતરાત્રે ગીરગઢડાના બસ સ્ટેશન વિસ્તારમાં આવી ચડયો હતો. ત્યાંથી બોડીદર રેવન્યુ વિસ્તારમાં આ સિંહ પરિવાર ઘૂસ્યો હતો અને અરવિંદભાઈ નાથાભાઈ રાઠોડની વાડીના કૂવામાં આશરે દોઢથી બે માસનું નર સિંહબાળ પડી ગયું હતું. 6 ઓક્ટોબરની રાત્રે 12:20 કલાકે ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કૂવાની આસપાસ સિંહ અને સિંહણની હાજરી હોવાથી રેસ્ક્યુ કામગીરી દરમિયાન વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી. બચ્ચાની ચિંતામાં કૂવા આસપાસથી હટ્યા નહીં સિંહ-સિંહણ રેસ્ક્યુ ટીમ બચ્ચાને બહાર કાઢવાની તૈયારી કરી રહી હતી ત્યારે સિંહણ વારંવાર કૂવા પાસે આવતી-જતી રહી હતી. સિંહ પણ કૂવાના આસપાસ ફરતો રહ્યો હતો. બચ્ચું કૂવામાં ફસાયું હોવાની જાણે બંનેને ચિંતા હોય તેમ તેઓ લાંબા સમય સુધી કૂવાના વિસ્તારથી દૂર ગયા નહોતા. સિંહણની બેચેનીમાં પોતાના બચ્ચાને સલામત બહાર આવવાની રાહ સ્પષ્ટપણે જોવા મળી રહી હતી. 65 મિનિટની જહેમત બાદ સિંહબાળને સલામત બહાર કઢાયું સિંહ-સિંહણની હાજરી વચ્ચે રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતી સાથે કામગીરી હાથ ધરી હતી. રાત્રે 12:20 કલાકે શરૂ થયેલી કામગીરી બાદ આશરે 1:25 કલાકે નાનકડા સિંહબાળને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. લગભગ 65 મિનિટની જહેમત બાદ બચ્ચું બહાર આવતાં રેસ્ક્યુ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહબાળને જરૂરી સારવાર અને દેખરેખ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યું હતું. સારવાર બાદ તેની સ્થિતિ યોગ્ય જણાતા તેને ફરી તેની માતા સાથે મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાનકડા સિંહબાળ માટે માતા સાથેનું જોડાણ તેના કુદરતી જીવન માટે મહત્વપૂર્ણ હોવાથી તેને માતા સુધી પરત પહોંચાડવામાં આવ્યું હતું. બચ્ચું મળતાં જ સિંહણે મોંઢામાં ઉચકી લીધું સિંહબાળને તેની માતા સાથે મિલન કરાવવામાં આવતા સિંહણે તરત જ પોતાના બચ્ચાને મોંઢામાં ઉચકી લીધું હતું. થોડા સમય પહેલાં જે કૂવાના કાંઠે માતા પોતાના બચ્ચાની રાહ જોઈ રહી હતી, ત્યાંથી જ સિંહણ બચ્ચાને લઈને જંગલ તરફ રવાના થઈ હતી. આ સમગ્ર દૃશ્યે વન્યજીવનમાં માતા અને સંતાન વચ્ચેના અતૂટ બંધનની લાગણીસભર ઝલક રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકાએ કહ્યું- મને જમીન પર પાડી દીધી:પોલીસ પર બર્બરતાનો આરોપ, રસ્તા પર સૂઈ ગયાં; જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈ જંતર-મંતર પાસે હાઈવોલ્ટેજ ડ્રામા
    Next Article
    વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરનાર બે ઝડપાયા:​કેશોદમાં સિંગદાણા ફેક્ટરી અને ઓઇલ મિલના નામે 12 લાખથી વધુની ઠગાઈ આચરનાર બે આરોપી ઝડપાયા, પોલીસે તપાસ હાથ ધરી..

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment